ભાવનગરમાં ફરી ખંડણીને લઈને વેપારીને ધમકાવાનો અને મારી નાખવાની ધમકી ભર્યો એહસાસ કરાવવામાં આવ્યો છે.કાયદો વ્યવસ્થાની દિવસે દિવસે છેદ ઉડી રહ્યા હોય તેવા કિસ્સાઓ બનતા જાય છે. મોતી તળાવના વેપારીએ અગાવ ખંડણીની ફરિયાદ કરી હતી જેની દાઝ લઈને પુનઃ એજ શખ્સએ આજે છરી વડે હુમલો કરી ધમકાવી પુનઃ ખંડણીની માંગ મુક્ત વેપારી પોલીસ સ્ટેશન દોડી જઇ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે
ભાવનગરના મોતી તળાવ પર આવેલા વીઆઇપી ડેલામાં વેપાર કરતા વેપારીને ફરી ધમકાવવાનો કિસ્સો બન્યો છે. રોહિત અને નિલેશ અમલાણી નામના વેપારીના ડેલામાં બે શખ્સોએ જઈને ખંડણી માંગી હતી. બે શખ્સોએ પહેલા છરી જેવા હથિયાર વડે ધમકાવ્યા હતા અને બાદમાં ખંડણી માંગી હતી. જો કે ખંડણી માટે તેઓ જણાવશે કહીને અંતે ત્યાંથી નીકળી ગયા હતા. ચોકલેટ પીપરનો હોલસેલ વેપાર કરતા વેપારીને ધમકાવતા શખ્સોને પગલે વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે.
વેપારીને અગાવ પણ ખંડણીની માંગ કરવામાં આવી હતી જેને પગલે વેપારીએ ફરિયાદ કરતા પોલીસે શખ્સ ને ઝડપી લીધો હતો.પરંતુ આજે એજ વ્યક્તિ છરી વડે વેપારી સુધી પોહચીને કેમ ફરિયાદ કરી હુમલો કર્યો અને પોલીસ સમગ્ર મામલે બનાવને હલકાથી લઈ રહી છે. વેપારીએ જીવ બચાવવા માટે દોડાદોડી કરી અને ફરી ફરિયાદ નોંધાવી છે શહેરમાં ગુન્હેગારો બેફામ બન્યા છે ફરિયાદ કરો તો પણ મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. બની રહેલા બનાવ પાછળ ક્યાંક બેરોજગારી પણ કારણભૂત માની શકાય છે પરંતુ જો આવી ધમકીઓ મળશે તો શાંતિથી વેપાર કરતા વેપારીઓ કેવી રીતે વેપાર કરશે તે વિચારવા જેવી બાબત જરૂર છે.