ભાવનગરના ગામડાના લોકો માટે ધડકન પ્રોજેક્ટ આશીર્વાદરૂપ છે 1 જુલાઇ 2018 ના રોજ જિલ્લા પંચાયતના ડીડીઓ વરુણકુમાર બરનવાલની દીર્ઘ દ્રષ્ટિ નીચે શરૂ થયો હતો.ધડકન પ્રોજેક્ટ જીલ્લા પંચાયત તાલુકા કક્ષાએ પીએચસી અને સીએચસીના કુલ 10 સેન્ટર પર ચલાવી રહી છે ગામડાના લોકોને ખબર નહી હોઈ કે ધડકન પ્રોજેક્ટ શું છે ? જો કે ધડકન પ્રોજેક્ટ ગામડાના લોકોને આવતા હાર્ડ એટેક માટે છે. ધડકન પ્રોજેક્ટ એવો પ્રોજેક્ટ છે કે જેમાં જીલ્લા કક્ષાએ ડોક્ટર મોબાઈલથી એટેકણી તીવ્રતા અને પ્રાથમિક ઉપચાર કરી શકે છે અથવા દર્દીને કેવા પ્રકારની સર્વરની જરૂર છે તે જણાવી શકે છે.
ધડકન પ્રોજેક્ટ માટે ભાવનગર શહેર સુધી ગામડાના લોકોને અઆવાની જરૂર નથી.છાતીમાં દુખાવો થતા નજીકના પીએચી સેન્ટર પર જઈને ડોક્ટર પાસે દર્દી પ્રાથમિક સારવાર અને તપાસ કરાવે તો તેને આવેલો એટેક કેવો છે તે જાણી શકે છે અને ઉપચાર પણ ઉપલબ્ધ થઇ શકે છે હાર્ડ એટેક માટેના પ્રાથમિક ઉપચારના જરૂરિયાત સાધનો જેવા કે ડીઝીટલ સ્ટેથોસ્કોપ,એચ બી મીટર અને ટેલી ઈસીજી જેવી સુવિધાઓ આપવામાં આવી છે આ સાધનોનો ખર્ચ ખાનગી બેક ભોગવી રહી છે એટલે કે જીલ્લા પંચાયત એક પણ રૂપિયો ખર્ચતી નથી.
ધડકન પ્રોજેક્ટ જીલ્લા પંચાયતના જીલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલની દેન કહી શકાય છે જીલ્લા વિકાસ અધિકારીએ આધુનિક ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કર્યો અને ગામડાના લોકોને હાર્ડ એટેકથી મોતને ભેટવું ના પડે માટે સુવિધા ઉભી કરી છે. જીલ્લા પંચાયતએ પોતાના સીએચીસી,પીએચસી અને તાલુકા કક્ષાની હોસ્પિટલો પૈકી ૧૦ સ્થળો પર ધડકન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે ૧૦ સેન્ટરની શરૂઆત અને પસંદગી એવી રીતે કરવામાં આવી છે કે જીલ્લો પૂરો સેવામાં સમાઈ જાય.
જીલ્લા પંચાયતના જીલ્લામાં ૧૩ સીએચસી, ૪૮ પીએચસી અને બે હોસ્પિટલ તાલુકા કક્ષાએ આવેલી છે જે પૈકી જીલ્લો પૂરો સમય તે રીતે વેહ્ચણી કરીને ગામડાના લોકો નજીકમાં સારવાર મેળવે તેવી વ્યવસ્થા કરાઈ છે જો કે આ વિષે ખુબ જ ગામડાના ઓછા લોકોને ખ્યાલ હશે પણ તમને જણાવી દઈએ કે ધડકન પ્રોજેક્ટ હેઠળ ૧૦ સેન્ટરમાં ૮૦૬૯ ઈસીજી કરવામાં આવયા છે તેમાં સ્કેન કરીને સ્પેશીયાલીસ્ટ પાસે ઉપચાર કરનાર વ્યક્તિઓની સંખ્યા ૫૮૨૦ છે અને બાદમાં સ્પેશીયાલીસ્ટના સૂચનો ૨૨૨૧ છે એટલે આટલા દર્દીઓ પંચાયતના સેન્ટર પર સારવાર લઇ ચુક્યા છે હજુ પણ ગામડાના લોકોને ખ્યાલ ના હોઈ તો તેમને જાણવું જોઈએ અને દર્દીને હાર્ડ એટેક સમયે ભાવનગર સુધી લંબાવતા પહેલા માહિતી જાણી નજીકના પીએચસી કે સીએચસી સેન્ટર પર પ્રાથમિક સારવાર અપાવવી જોઈએ. જો કે હાલ 10 સેન્ટર પર સુવિધા છે માટે ગ્રામ્યના લોકોએ પહેલા પોતાના પીએચસી સેન્ટર પર તપાસ કરી લેવી જરૂરી છે.