સરકારી બે શિક્ષકના ઝઘડામાં વિદ્યાર્થીનીઓની કેસની ચીમકી

કુંભારવાડાની સરકારી શાળામાં બે શિક્ષક ઝઘડ્યા અને વિદ્યાર્થીઓ રડવા લાગ્યા : કેસ કરવાની ચીમકી

ભાવનગરના કુંભારવાડામાં આવેલી શાળામાં અજીબ કિસ્સો બનવા પામ્યો હતો. વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ બહાર આવ્યો અને વિદ્યાર્થીનીઓ રડવા લાગી હતી. જો કે બનાવ યારાના ફિલ્મ જેવો છે

ભાવનગરની કુંભારવાડા ચાણક્ય પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનિઓ નો શિક્ષક પ્રત્યે પ્રેમ છલકાઈ ગયો અને પોલીસ કેસ કરવા સુધીની ચીમકી રડતા રડતા ઉચ્ચારી હતી. આ કિસ્સો ખૂબ જ પછાત વિસ્તારમાં ચર્ચામાં રહ્યો હતો. જો કે તમને પણ એમ થતું હશે કે વિદ્યાર્થીનીઓ શિક્ષક માટે કેમ કેસ કરકે સુધી પોહચી ગઈ તો આવો અમે તમને વિસ્તારથી જણાવીએ.

ભાવનગરની કુંભારવાડા જેવા પછાત વિસ્તારમાં આવેલી ચાણક્ય સરકારી પ્રાથમિક શાળામાં ઘણા સમયથી બે શિક્ષકો વચ્ચે બોલાચાલી થતી આવે છે. જગદીશભાઈ નામના શિક્ષક અન્ય શિક્ષક સાથે વારંવાર ઝઘડાઓ કરતા રહ્યા છે. ઝઘડાઓ જેની સાથે કરવામાં આવતા હતા તે શિક્ષક હતા પ્રવીણભાઈ ચુડાસમા. બંને વચ્ચે ઝઘડો થયા બાદ શિક્ષણ સમિતિએ પ્રવીણભાઈને બે ત્રણ દિવસ શાળા બહારની અન્ય કામગીરી સોપી દીધી છે. પ્રવીણભાઈને બહારની કામગીરી સોપાતા પ્રવીણભાઈના વર્ગની વિદ્યાર્થીનીઓ રણચંડી બની અને સામે વાળા શિક્ષક જગદીશભાઈ સામે કેસ કરવાની વાત કેમેરા સામે કરી દીધી હતી. જો કે નગરપ્રાથમીક શિક્ષણ સમિતિએ હાલ મામલો થાળે પાડવા અલગ કર્યા હોવાનું જણાવી રહી છે હવે રસપ્રદ વાત એ છે કે ..

પોતાના શિક્ષકને ઝઘડા બાદ શાળા બહારનું કામ સોપાતા વિદ્યાર્થીનીઓ રડવા લાગી

બંને શિક્ષકો વચ્ચેના ઝઘડાનું કારણ સામાન્ય વહીવટી પ્રકિયા છે પણ એ બંને વચ્ચેના સબંધ કદાચ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્યથીનીઓ ને નથી. જગદીશભાઈ ડાભી અને પ્રવીણભાઈ ચુડાસમા એક જ સમાજના છે એગલું નહિ બંને સારામાં સારા મિત્રો છે યારાના ફિલ્મ જેવા સંબંધો અને તેવી જ ઘટના બંને વચ્ચે બની છે. બંને સાથે પીટીસી કર્યું, રમ પાર્ટનર રહ્યા અને એક સાથે એક જ શાળામાં સરકારી નૌકરી મેળવી છે. આજે બંને વચ્ચે ઉભી થયેલી ખટાશ દૂર કરવા શિક્ષણ સમિતિના સભ્ય કમલેશ ઉલવા વચ્ચે આવ્યા છે અને બંનેને અલગ કર્યા છે જે વિદ્યાર્થીનીઓને પસંદ નથી આવ્યું પણ કમલેશ ઉલવાનું કહેવું છે કે યારાના ફિલ્મ જેમ બંનેના સંબંધો સુધરી જશે અને સુખદ અંત આવશે.

           
       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *