આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે આ તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ તિથિએ ભગવાન રામે લંકાના રાજા અને મહાન જ્ઞાની રાવણને યુદ્ધમાં હરાવીને તેનો વધ કર્યો હતો. આ સિવાય આ તિથિએ મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ કારણથી દર વર્ષે વિજયાદશમીનો તહેવાર રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બાળીને ઉજવવામાં આવે છે. દશેરાના દિવસે પંડાલોમાં સ્થાપિત મા દુર્ગાની પૂજા પૂર્ણ થાય છે. આવો જાણીએ દશેરાનું મહત્વ અને પૂજાનો શુભ સમય.
વિજયાદશમીનું મહત્વ
જેમ કે આ તહેવારના નામ પરથી સ્પષ્ટ છે કે આ તિથિ વિજયની માનવામાં આવે છે. વિજયાદશમી ના દિવસે ક્ષત્રિય શસ્ત્ર નું પૂંજન કરે છે .દશેરાનો તહેવાર અસ્ય પર સત્યની જીતનું પ્રતીક છે. દશેરાના દિવસે એટલે કે દસમા દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને લંકાનું યુદ્ધ જીત્યું હતું, તેથી દર વર્ષે દશેરાના દિવસે રાવણ, મેધનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરીને અનિષ્ટ પર સારાની જીત તરીકે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. ઉજવવામાં આવે છે. આ દિવસે શસ્ત્ર પૂજા, શમી પૂજા, મા દુર્ગા પૂજા અને ભગવાન રામની પૂજાનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત વિજયાદશમી પર જ 10 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં મા ભગવતીએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ દિવસે માતાની મૂર્તિઓનું વિસર્જન કરીને દુર્ગા પૂજાનું સમાપન કરવામાં આવે છે.