ભાવનગર શહેરની સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થા દ્વારા પોસ્ટકાર્ડ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક તરફ દેશમાં શાહીનબાગ. દિલ્હીમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાવનગરની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુળ સરદાર ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા 1 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. પોસ્ટવકાર્ડ સરકાર સુધી પોહચાડવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ભકપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સંચાલકને હસ્તે જીતુભાઈને એક લાખ પોસ્ટકાર્ડ અર્પણ કરીને કેન્દ્ર સરકાર સુધી પોહચાડવા વિનંતી કરવામાં આવી હતી. જીતુભાઇ વાઘાણીએ જિલ્લાનો આમ તો રાજ્યો એવો પહેલો કિસ્સો હશે જ્યાં એક સંસ્થા એક સાથે 1 લાખ જેવા પોસ્ટકાર્ડ લખીને રાષ્ટ્રપ્રેમ રજુ કર્યો હશે.