ભાવનગર જિલ્લાનું પાટણાં ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીય કક્ષાના ભારત સરકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ નો એવોર્ડ એનાયત કરાયો છે
રાજ્યમાં બે પીએચસી સેન્ટરને NQAS એવોર્ડ એનાયત તેમાં એક પાટણાં ગામનો સમાવેશ
પાટણાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્યમાં બીજા નમ્બર પર એવોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનાર આરોગ્ય કેન્દ્ર હોવાથી વિભાગના સ્ટાફ ખુશખુશાલ છે. પાટણાં આરોગ્ય કેન્દ્રમાં ડો ધવલ દવે અને તેમની ટીમ 10 વર્ષથી પાટણાં ગામમાં સેવા આપી રહી છે. ડો ધવલ દવેને શ્રેષ્ઠ તબીબનો પણ એવોર્ડ એનાયત છે અને હવે ભારત સરકારે 2016ના નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનો એવોર્ડ પીએચસી સેન્ટરને આપતા અન્ય 47 સેન્ટરો માટે એક શિખામણ બન્યું છે આમ તો રાજ્યના દરેક પીએચસી સેન્ટર માટે ઉદાહરણ બનેલા પીએચી સી સેન્ટર દર્દી દેવો ભવ વાક્યને સાર્થક કરી રહ્યું છે
પાટણાં ગામના પીએચસી સેન્ટરનું બાંધકામ અને વાતાવરણ ખૂબ જ સુંદર રાખવામાં આવ્યું છે. ગામના સાતપંચ સહિત ગ્રામજનોના સહકારથી પીએચસી સેન્ટર રાજ્યના સેન્ટરો માટે શ્રેષ્ઠ બનવા માટેનો દાખલો બન્યું છે. આમ તો વાત ડોકટર અને દર્દીની સેવાની છે પણ એક વાત એ પણ જણાવી દઈએ કે વલભીપુરનું પાટણાં ગામ કોંગ્રેસના મનહર પટેલનું છે હવે સવાલ એવો છે કે શું આ ગામ કોંગ્રેસના મનહર પટેલનું છે માટે ભારત સરકારે ત્યાંના પીએચસી સેન્ટરને એવોર્ડ આપ્યો છે ? શુ એવોર્ડ આપવામાં પણ ક્યાંક રાજકારણ તો નથી ને ? મનહરભાઈ પટેલનું કહેવું છે કે એવોર્ડ ખૂબ વિલંબ બાદ એનાયત કરવામાં આવ્યો છે.