ભાવનગરમાં થોડા દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ના મત વિસ્તાર માં ખુલ્લેઆમ દારૂ વહેંચાઈ છે તેવો જિલ્લા પોલીસ વડા ને આ વિસ્તાર ના ભાજપ ના જ ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ પત્ર લખીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. ત્યારે હવે વરતેજ પોલીસ સ્ટેશન ના
પી એસ આઈ ચુડાસમા એ જાણ્યે અજાણ્યે જાહેરમાં ખુલ્લું સમર્થન કર્યું હોવાનું વીડિયોમાં જાહેર થયું છે
બુધેલ ગામે દાનસંગ મોરી ની હોટલ એ દારૂ ની રેડ પાડવા ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર અને સર્કલ ઇન્સ્પેકટર ની હાજરી પીએસઆઇ બુટેલગરો અને દારૂ વિશે બોલતા હોઈ તેવો વિડિઓ વાયરલ થયો છે.
ગુજરાત પોલીસ તંત્ર,વહીવટી તંત્ર,રાજનીતિ ના નેતાઓ ની મિલી ભગત થી દારૂ નું દુષણ ચાલતો હોવાનું પી એસ આઈ વિસ્ફોટ કરી રહ્યા છે.
દારૂ મામલે ફરી એક વિડીયોનો મામલો આમે આવતા સત્તામાં બેસેલા અને પોલીસ માટે ફરી વિવાદ સર્જાયો છે જો કે આ વિડિયોઝ સોસીયલ મીડિયામાં ફરી રહ્યા છે