દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન ! – હિન્દુઓને મળી દશેરાની ગિફ્ટ,

દુબઈમાં હિન્દુ મંદિર (ફોટો સોર્સ – ટ્વીટર)

દુબઈમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોને મોટી ભેટ મળી છે. દુબઈમાં આજે દશેરાના તહેવાર નિમિત્તે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હિન્દુ મંદિરને બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, મંદિર સિંધુ ગુરુ દરબાર મંદિરનું વિસ્તરણ છે જે દુબઈનું સૌથી જૂનું મંદિર છે.

આજે દશેરાના દિવસે, UAE ના સહિષ્ણુતા(Minister of Tolerance) મંત્રી, મહામહિમ શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને આજે દુબઈમાં અદભૂત અને નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. મંદિરના ઉદઘાટનના દિવસે હજારો લોકો મંદિર જોવા માટે ઉમટી પડ્યા હતા. વીકેન્ડમાં હજારો લોકોની ભીડ જોવા મળી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે આ મંદિરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે .આ મંદિર બનાવવા માટે સફેદ આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની છત પર ઘણા ઘંટ લગાવવામાં આવ્યા છે

આજે દશેરાના શુભ દિવસથી જ આ મંદિરમાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં આવવાનું શરુ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં 16 દેવતાઓની મૂર્તિઓ છે.

મંદિરમાં દર્શનનો સમયઃ

મંદિરમાં પ્રવેશતા પહેલા બુકિંગ કરાવવું જરૂરી છે. પ્રવેશ માટે QR કોડ આધારિત બુકિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. મંદિરની અધિકૃત વેબસાઈટ અનુસાર મંદિર જવા માટે એક પોલિસી બનાવી છે. દર કલાકે માત્ર સીમિત લોકોને જ મંદિરમાં પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવશે. મંદિરમાં પ્રવેશવાનો સમય સવારે 6 થી સાંજે 8 રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *