ભાવનગર, મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખે ભાવનગર સહિત રાજ્યના 41 ભાજપ સંગઠનોના પ્રભારીની નિમણૂંક કરી હતી, જેમાં ભાવનગર શહેર માટે ચંદ્રશેખર દવે અને ભાવનગર જિલ્લા માટે બ્રિજરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી છે. ચંદ્રશેખર દવે સુરેન્દ્રનગર જિલ્લાના છે અને સંઘ પરિવારના છે. તેઓ વર્ષો પહેલા VHPના ભાવનગર શહેરના પ્રભારી હતા. બ્રિજરાજસિંહ બરવાળાના વતની છે અને ગત ટર્મમાં બોટાદ જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી રહી ચૂક્યા છે.
, તેમનો પરિવાર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે. આ સાથે ભાજપ જિલ્લાના પાલીતાણા તાલુકાના ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહ સરવૈયાને દેવભૂમિ દ્વારકાના પ્રભારી, ભાવનગર શહેરના પૂર્વ મેયર અને ભાજપ અગ્રણી નિમુબેન બાંભણીયાને જૂનાગઢ શહેરના પ્રભારી બનાવાયા છે. બોટાદ જિલ્લો | વંદનાબેન મકવાણાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. વડોદરા શહેરના પ્રભારી તરીકે ગોરધનજાદફળિયાની પસંદગી કરવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીની ભાજપની તૈયારીના ભાગરૂપે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.