“દરેક ગુજરાતી થશે આયુષ્માન, સૌને મળશે પી.એમ.જે.એ.વાય.-માં યોજના હેઠળ “આયુષ્માનનું વરદાન“ અંતર્ગત અમદાવાદના પીરાણા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકે લાભાર્થીઓને ૫૦ લાખ આયુષ્માનકાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં એક સાથે એક સમયે અંદાજિત ૩.૫૬ લાખ જેટલા આયુષ્માન કાર્ડના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારે કહ્યું કે, પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે આરોગ્યને પ્રાથમિકતા આપી છે. અડધી રાત્રે કોઈને કોઈ બિમારી થાય ત્યારે ૫ લાખ સુધીનો ખર્ચો થતો હોય, અને ઘર કે દાગીના ગીરવે મૂકવાની નોબત આવી હોય, કે કોઈની પાસે ઉછીના લેવાની નોબત આવી હોય તેવા સમયમાં ગુજરાતના લોકોની સેવા કરવા આયુષ્માન કાર્ડની ઔ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના સારા રોડ રસ્તા ઉપર સતત ચાલતી 108 ની એમ્બ્યુલન્સ એ સુખાકારીની પ્રતીતિ કરાવે છે.
ધારાસભ્ય શ્રીબાબુભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે ગરીબો અને ચિંતા કરી છે. ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબો તથા વંચિતોની ચિંતા કરીને વચેટિયાઓને દૂર કરીને લાભાર્થીઓએ હાથોહાથ પૈસા અપાતા લાભાર્થીઓને મોટો ફાયદો થયો છે. આરોગ્ય માટે થતા નાના મોટા ખર્ચા ઉપરાંત દર્દીને હોસ્પિટલ પહોંચવા સુધીની ચિંતા સરકારે કરી છે. આ માટે 300 રૂપિયા સુધીનો ભાડા ખર્ચ આપવામાં આવે છે. ગુજરાતમાં 50 લાખ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું છે.
“પહેલું સુખ તે જાતે નર્યા” આ કહેવત મુજબ ચિંતા કરી સરકારે સૌનું આરોગ્ય સુધરે તે માટેના પ્રયત્નો કર્યા છે. બાળક પેટમાં હોય ત્યારથી લઈને દિકરી 18 વર્ષની થાય ત્યાં સુધી ચિંતા સરકારે કરી છે. વિકાસમાં ગુજરાત પહેલા ક્રમે આવે છે.
આ કાર્યક્રમમાં અમદાવાદના કલેક્ટર શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ધામેલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, પી.એમ.જે.એ. વાય. યોજનાના લાભાર્થીઓ, તથા અન્ય લોકો હાજર રહ્યા હતા.