વલભીપુરના પચ્છેગામમાં દાંડિયારાસમાં ફાયરિંગમાં યુવકનું મોત : એકને ઇજા

રાજકોટના લોધિકા ગામના 20 વર્ષીય યુવાન પ્રિયરાજસિંહ જાડેજાનું સારવારમાં મોત : વલભીપુર પચ્છેગામ

ભાવનગરના વલભીપુરના પચ્છેગામમાં લગ્ન પ્રસંગમાં ગત રાત્રે 12 વાગ્યા બાદ ચાલી રહેલા દાંડિયારાસમાં ફાયરિંગની ઘટના બની હતી. પચ્છેગામના રામદેવસિંહ તખુભા ગોહિલ ના ઘરે તેમના પુત્ર ધમભા રામદેવસિંહ ગોહિલ ના લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં રાત્રે 12/00 વાગ્યા ની આસપાસ તેમના ઘરે મહેમાન તરીકે આવેલ કોઈ અજાણીયા શખ્સએ પોતાની પાસે રહેલ બંધુકમાંથી ફાયરીગ કરતા શ્રી શક્તિ સિંહ સુમનસિંહ જાડેજા રહે પીપરડી તા લોધિકા જી રાજકોટ ના ઓને સામાન્ય ઇજા થઈ હતી. અને પ્રયરાજસિંહ બળવંતસિંહ જાડેજા ઉ.વ.20*વર્ષ ના ઓ ને ગંભીર ઇજા થતાં વલભીપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે બંને શખ્સોને બાદમાં મોડી રાત્રે ભાવનગર સર.ટી.હોસ્પિટલ સારવાર માં દાખલ કરવામાં આવતા પ્રિયરાજસિંહ જાડેજાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો ઇજાગ્રસ્ત શક્તિસિંહ જાડેજા સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

ફાયરિંગમાં ઇજા પામનાર શક્તિસિંહ જાડેજા ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ

પચ્છેગામ ફાયરિંગ મામલે વરરાજાએ મિત્રના લાયસન્સ વાળા હથિયારથી ફાયરિંગ કર્યાનું બહાર આવ્યું છે. બનાવ બાદ પોલીસે લગ્નનું શૂટિંગ મંગાવ્યું છે. બનાવ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *