શક્તિસિંહ ગોહિલને રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસમાં વધુ એક ભાર : કદ વધતા ભાવનગર આવનારી ચૂંટણીમાં કેવી અસર ?

શક્તિસિંહ ગોહિલનું કદ વધ્યું બિહાર બાદ દિલ્હીના પ્રભારીનો ચાર્જ કોંગ્રેસે સોંપ્યો : ઇતિહાસમાં પ્રથમ વખત એક વ્યકતીને બે રાજ્યનો ચાર્જ સોપાયાની ઘટનાનું અનુમાન

ભાવનગર શહેરમાં પશ્ચિમ બેટબક પર જીત મેળવી ધારાસભ્ય રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજનું ગૌરવ અને પ્રજાના ચાહિતા નેતા પણ માનવામાં આવે છે. ઘણા સમયથી રાષ્ટ્રીય કક્ષાએ સંપર્કમાં રહ્યા બાદ તેમને બિહારના પ્રભારીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બિહારમાં સારી કામગીરી બાદ હવે કોંગ્રેસએ શક્તિસિંહ ગોહિલને વધુ એક ચાર્જ સોંપવામાં આવ્યો છે. દિલ્હીમાં એક પણ બેઠક નહિ મળ્યા બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે કોંગ્રેસે દિલ્હીમાં પાર્ટીને મજબૂર કરવા ગુજરાતી અને ભાવનગરના શક્તિસિંહ ગોહિલને પસંદ કર્યા છે. શક્તિસિંહ ગોહિલને ચાર્જ સોંપતા કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાએ એન જ વ્યક્તિને બે રાજ્યોના પ્રભારીનો ચાર્જ સોંપ્યો હોવાનું ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે સોસીયલ મીડિયામાં સ્થાનિક નેતાઓ તેમને અભિનંદનથી વધાવી રહ્યા છે.

સ્થાનિક કક્ષાએ ભલે ચૂંટણીમાં પ્રજાનો કે કોંગ્રેસનો પૂરતો સાથ ના મળ્યો પણ શક્તિસિંહ ગોહિલની રાષ્ટ્રીય કક્ષાએ તેમની કિંમત જરૂર આંકવામાં આવી છે.

શક્તિસિંહ ગોહિલ ભાવનગરના માનીતા પુત્ર આજે પણ કોંગ્રેસીઓ અંશ કોંગ્રેસ પ્રેમીઓ માની રહ્યા છે શક્તિઈહ ગોહિલ ભાવનગર કોંગ્રેસમાં ગમે તેવી સ્થિતિ હોઈ પણ તેમની હાજરીમાં દરેક સમસ્યા હલ થઈ જાય છે એવામાં મનપા અને પંચાયતની ચૂંટણી માથે છે. આગામી ડિસેમ્બરમાં આવનાર ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલનો રોલ શુ રહેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. શક્તિસિંહને દિલ્હીના પ્રભારી બન્યા બાદ ભાવનગરમાં તેમનું કદ જરૂર વધવાનું છે. મનપામાં અને પંચાયતમાં ચૂંટણી માટે શક્તિસિંહ ગોહિલના ઈશારે ચૂંટણી લડાય તેવું પણ બની શકે છે જો ભાવનગરમાં કોંગ્રેસમાં થયેલી ઉથલપાથલને કેવી રીતે લડી શકાય છે તે જોવાનું રહેશે પણ એ વાત નિશ્ચિત છે કે શક્તિસિંહ ગોહિલના હાથ જેના પર હશે તેના હાથમાં નગરસેવકની ચૂંટણીની ટીકીટ જરૂર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *