હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે યોજાશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે, ત્યારે ગુજરાતમાં પણ 20 નવેમ્બર થી 5 ડિસેમ્બરની વચ્ચે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
ચૂંટણી પંચે આજે (14-10-2022) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. હિમાચલમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 આ સમયે આ 26 દિવસની વચ્ચે યોજાય તેવી શક્યતા છે. જ્યારે બંને રાજ્યોના પરિણામો એક જ દિવસે જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે. ચૂંટણી પંચનો એવો પણ નિયમ છે કે જો 6 મહિનામાં બે રાજ્યોમાં ચૂંટણી કરાવવાની હોય તો બંને રાજ્યોમાં મતગણતરી એક જ દિવસે કરવાની રહેશે. અન્યથા એક રાજ્યના પરિણામની અસર બીજા રાજ્યના પરિણામ પર પડી શકે છે, તેથી હિમાચલ અને ગુજરાતની ચૂંટણી એકસાથે યોજાય તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ 20 ઓક્ટોબરે જાહેર થાય તેવી શક્યતા છે. બંને રાજ્યોના પરિણામો એક જ દિવસે આવે તેવી પણ શક્યતા છે.