ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ના હોઈ તેમ બનાવો બનતા રહે છે શહેરના ઇપી સિનેમા થિયેટરમાં કેશ કાઉન્ટર પર યુવાને ગન કાઢતા ભય ફેલાઈ ગયો હતો.
મનપાની સામે આવેલા શિવ બ્લેશીંગ કોમ્પ્લેક્સમાં આવેલા ઇપી સિનેમા થિયેટરમાં યુવાને ગન કાઢીને માથાકૂટ કરી હતી. યુવાને મફતમાં ટીકીટ ફિલ્મ જોવા માટે માંગી હોઈ જે નહિ આપતા ગન કાઢી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે બનાવને પગલે પોલીસને જાણ કરતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવાન પાનવાડી વિસ્તારનો કૂકડો નામનો યુવાન છે જો કે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ આદરી કાર્યવાહી હાથ ધરી હતી