ભાવનગર બુધેલ ગામે દાનસંગ મોરીની હોટલ ગયેલા પીએસઆઇ સહિત અન્ય કર્મચારીઓનો વાતું કરતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. પીએસઆઇ વીડિયોમાં દારૂ બાબતે અશોભનીય અને ગેરજવાબદાર વાતું કરતા હોવાનું ફળીભૂત થાય છે. દાનસંગ મોરી સાથે પીએસઆઇ, મામલતદાર અને નાયબ મામલતદાર ચા ની ચૂસકી લેતા હતા ત્યારે કોઈએ વિડીયો ઉતારી લીધા બાદ વિડીયો વાયરલ થયા હતા. પીએસઆઇ વીડિયોમાં દારૂના બુટલેગરો તેમની મહેરબાનીએ ધંધો કરતા હોય તેવા શબ્દ પ્રયોગ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે દાનસંગ મોરી અને શિપબ્રેકરો વચ્ચે હાલમાં થયેલી માથાકૂટ અને કેસો બાદ દાનસંગ મોરી પર તંત્ર કમરકસ્તુ આવ્યું છે તુરે રાજકારણમાં પીએઅસાઈના મુખે નીકળી ગયેલા શબ્દો ક્યાંક પીએસાઈને ભારે પડ્યા છે.જો કે દારૂ બેફામ વહેચાઈ છે અને જાહેરમાં વહેચાય છે તેવો આક્ષેપ તો ડેપ્યુટી મેયર પણ પત્ર લખીને કરી ચુક્યા છે એટલામાં નહિ નગરસેવકો પણ પિલગાર્ડનમાં દારૂ પીવાતો હોવાના પત્રો મેયરને લખીને વિવાદ કરી ચુક્યા છે ત્યારે હવે પોલીસ કર્મચારીના મુખે નીકળેલા શબ્દો સરકાર અને સત્તામાં બેસેલા નેતાઓ સામે જરૂર આંગળી ચીંધે છે કે દાળમાં કઈક કાળું છે. આવું બને ત્યારે બોટાદના કવિ પાલની એક કવિતા જરૂર યાદ આવે છે ” નથી પીવો દારૂ નથી પીવો દારૂ આ ગાંધીના ગુજરાતમાં મારે નથી પીવો દારૂ”