કાનપુર– ઉત્તરપ્રદેશ પોલીસના 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપી કાનપુરનો વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં મોત થયું છે. ગઈકાલે મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાંથી ઝડપાયેલો વિકાસ દુબેને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(એસટીએફ) પોલીસ ઉજ્જૈનથી લઈને કાનપુર જવા રવાના થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે કાનપુર પહોંચવા જ આવ્યા હતા, ત્યારે વિકાસ દુબે સાથે પોલીસની અથડામણ થઈ અને પોલીસે ફાયરિંગમાં તેને માર્યો. પોલીસે સત્તાવાર રીતે માહિતી આપી હતી કે વિકાસ દુબેનું મોત થયું છે.
જાણકારી મળ્યા મુજ વિકાસ દુબેને લઈને જતી કારનું એક્સિડન્ટ થયું અને ત્યાર પછી તે ભાગવાની કોશિશ કરી હતી, કાનપુરમાં બનેલી આ ઘટનામાં તેનું એન્કાઉન્ટરમાં મોત થયું છે. વિકાસ દુબેનો છેલ્લો વિડિયો સામે આવ્યો છે, જ્યારે તે એટા ટોલ પ્લાઝાથી પસાર થઈ રહ્યો હતો.
પોલીસના કહેવા અનુસાર સવારે સાડા છ વાગ્યે સ્પીડમાં દોડી રહેલી કામ પલટી ગઈ, ઘટનામાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઈન્સ્પેક્ટર રમાકાન્ત પચૌરીની પિસ્તોલ લઈને વિકાસ દુબે ભાગ્યો હતો. ત્યારે પોલીસ સામેના ક્રોસ ફાયરિંગમાં વિકાસ દુબે માર્યો ગયો હતો. શરૂઆતમાં અથડામણ 15-20 મીનીટ ચાલી હતી. બન્ને તરફના ફાયરિંગમાં ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા. વિકાસ દુબેના ખભા અને કમરમાં કુલ ચાર ગોળી વાગી હતી. તે પડી ગયો પછી તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.