નવી દિલ્હી– રાજસ્થાનના ઉપમુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ પદ પરથી હટાવ્યા પછી સચિન પાયલોટે કહ્યું છે તેઓ ભાજપમાં જોડાશે નહી, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓની ભાજપમાં જોડાવાની કોઈ જ યોજના નથી. મને ભાજપ સાથે બતાવીને પાર્ટી હાઈકમાન્ડની નજરમાં મારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહી છે. હું હજી કોંગ્રેસનો સભ્ય છુ અને આગળ ઉપર શું કરવું તેના પર નિર્ણય લઈ રહ્યા છીએ.
પાયલોટે કહ્યું છે કે હું રાજસ્થાનના લોકોની સેવા કરવા ઈચ્છું છું. મે કોંગ્રેસને રાજસ્થાનમાં સત્તા પર લાવવા માટે ખૂબ મહેનત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આજે કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહ્યા. બન્ને પ્રમુખોને પદોથી હટાવ્યા પછી પાયલોટે પહેલીવાર સાર્વજનિકરૂપે તેમણે રીએક્શન આપ્યું હતું.
અશોક ગેહલોત સરકારની વિરુદ્ધ બગાવતી રૂખ અપનાવનાર પાયલોટ અને તેમના સાથી નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસે મંગળવારે મોટી કાર્યવાહી કરી હતી. પાયલોટને ઉપમુખ્યપ્રધાન પદેથી અન સાથે સાથે પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદ પરથી હટાવી લીધા છે. બે સમર્થક પ્રધાનને પણ તેમના પદ પરથી હટાવી દીધા છે. મનાઈ રહ્યું છે કે તેઓ પોતના આગામી પગલા અંગે ઝડપથી નિર્ણય જાહેર કરશે.
બીજી તરફ ભાજપમાં સામેલ થવાની ના પાડી છે, જેથી હવે પાયલોટ પાસે બે વિકલ્પ બચ્યા છે, પહેલો- તે પોતાની અલગ પાર્ટી રચી શકે છે. અને બીજુ- કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાત કરીને તેઓ ફરીથી પાર્ટીમાં જોડાઈ જાય અને વિરોધીઓને બાજુ પર મુકી દે.