મુંબઈ– દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ આજે જાહેરાત કરી છે કે ગૂગલને જીઓ પ્લેટફોર્મમાં સ્ટ્રેટજિક પાર્ટનર બનાવ્યું છે. ગૂગલ જીઓ પ્લેટફોર્મમાં 33,737 કરોડનું રોકાણ કરીને 7.7 ટકાનો હિસ્સો લેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝીની 43મી એજીએમને ઑનલાઈન સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ગૂગલ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપની જાહેરાત કરી રહ્યું છું અને આવી રીતે અત્યાર સુધીમાં જિઓમાં 14 કંપનીઓ રોકાણ કરી ચુકી છે.
અંબાણીએ કોરોનાને ઈતિહાસનો સૌથી મોટું સંકટ ગણાવ્યું હતું અને આશા વ્યકત કરી હતી કે ભારત અને દુનિયા તેનીથી ઝડપથી બહાર નીકળવામાં સફળ થશે. તેમણે કહ્યું કે 50 લાખ યુઝરોએ જીઓ મીટ ડાઉનલોડ કરી છે, તેને જીઓની યુવા ટીમે તેને ડેવલપ કરી છે. તેમજ જીઓએ 5જી સોલ્યુશન ડેવલપ કર્યું છે અને બીજા દેશોમાં તેની નિકાસ કરાશે. અંબાણીએ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે જીઓ ફાઈબરથી 10 લાખથી વધુ અધિક ઘર જોડાઈ ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે જીઓ રાઈટ ઈસ્યૂ અને બીપીથી 2,12,809 કરોડ રૂપિયા કમાયા.
કોરાનાકાળમાં સૌથી વધુ શેરહોલ્ડરોએ આ વર્ચ્યુલ એજીએમમાં હિસ્સો લીધો છે. સોમવારે જ રિલાયન્સે એક ખાસ વર્ચ્યુલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા દેશ વિદેશના 500 લોકેશનથી અંદાજે એક લાખ શેરહોલ્ડરો એક સાથે એજીએમમાં ભાગ લઈ શકે છે.