રાજસ્થાનમાં રાજકીય સંકટઃ સ્પીકરની SLP પર 27 જુલાઈએ સુનાવણી, સચિન પાયલોટ કેમ્પને રાહત

નવી દિલ્હી– સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી પી જોશીની એસએલપી પર સુનાવણી કરતાં કહ્યું છે કે રાજસ્થાન હાઈકોર્ટના આદેશ પર હાલ પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કરી દીધો છે. ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી કરતાં કહ્યું છે કે અમે હાઈકોર્ટના આદેશ પર રોક નથી લગાવી રહ્યા, પણ અમારા આદેશ પર અમલ અમારા નિર્ણય પર નિર્ભર રહેશે. હવે 27 જુલાઈએ સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી કરશે. કોર્ટમાં આ સુનાવણીથી સચિન પાયલોટ કેમ્પ માટે મોટા રાહતના સમાચાર કહી શકાય.

તે પહેલા કોર્ટમાં સ્પીકર તરફથી રજૂ થયેલ સીનીયર વકીલ કપિલ સિબ્બલે તેમનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટ અધ્યક્ષના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની પ્રક્રિયાને રોકવાનો નિર્દેશ આપી શકે નહી. તેમણે કહ્યું છે કે અધ્યક્ષ એક નક્કી કરેલી મર્યાદાની અદંર અયોગ્યતા પર નિર્ણય લેવા માટે કહેવું જોઈએ. પણ કાર્યવાહીમાં હસ્તક્ષેફ ન કરી શકાય.

તેના પર સુપ્રીમ કોર્ટે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષને સચિન પાયલોટના અને કોંગ્રેસના 18 ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવાનું કારણ પુછ્યું હતું. કોર્ટે કહ્યું છે કે આ કોઈ સાધારણ મામલો નથી. તે ધારાસભ્ય ચૂંટાયલો પ્રતિનિધિ છે. અમે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ધારાસભ્યો વિરુધ્ધ અયોગ્યતાની કાર્યવાહી સ્વીકૃતિ યોગ્ય છે કે નહી. કોર્ટે કહ્યું છે કે વિરોધના અવાજને લોકશાહીમાં દબાવી ન શકાય. તે પછી સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કરી દીધો હતો. નોંધનીય છે કે વિધાનસભા સ્પીકરે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા બાગી ધારાસભ્યો પર એક્શન ન લેવાના નિર્દેશની વિરુદ્ધમાં કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટે 24 જુલાઈ સુધી કોંગ્રેસના બાગી સચિન પાયલોટ અને અન્ય ધારાસભ્યોની વિરુદ્ધ કોઈ એક્શન ન લેવા કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *