તરન તારન- પંજાબ સાથે જોડાયેલ પાકિસ્તાન સરહદ પર સુરક્ષાદળોએ પાંચ ઘુસણખોરને ઠાર કર્યા છે. તરન તારનના ખેમકરનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)એ મોટી કાર્યવાહીને અંજામ આપી દીધો છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ કાર્યવાહી શનિવારે વહેલી સવારે કરાઈ હતી, અને આખા વિસ્તારનું સર્ચ ઓપરેશન કરાયું હતું.
બીએસએફના 103 બટાલિયનના જવાનોએ ભારત પાકિસ્તાન સરહદ પર અંદાજે ડલ સરહદ ચોકી પર સંદિગ્ધ ગતિવિધિ જોઈ હતી. જે પછી તેમણે સવારે 4.45 વાગ્યે ગોળીઓ ચલાવી હતી, અને ત્યાર બાદ ઘુસણખોરના શબ મળી આવ્યા હતા. તપાસ અભિયાન ચાલુ રાખ્યું છે. સર્ચ ઓપરેશનમાં એક એકે 47 અને બે પિસ્તોલ મળી આવી છે.