તહેવારોની સિઝનમાાં સામાન્ય જનતાને મોટો ફટકો: CNGના ભાવમાાં 3 રૂપિયાનો વધારો

તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. કંપ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ની કિંમતોમાં આજથી વધારો ઝીકવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં 3 રૂસિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજે સવારે 8 ઓક્ટોબરથી લાગૂ થઈ ગયા છે. તો વળી PNGના ભાવમાં પણ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હી,સહિત કેટલાય ભારતીય શહેરોમાં અનેસીએનજીના ભાવ વધી ગયા છે.

વાસ્તવમાં, 7 ઓક્ટોબરની સાંજે, દિલ્હીમાાં CNGની નવી કિંમતની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ હવે CNG 3 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 8 ઓક્ટોબર શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષ નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં થયેલા રેકોર્ડબ્રેક વધારાપાછળ આ કારણ હોવાનું કહેવાય છે. આથી, એવી અટકળો દિલ્હીથી જ ચાલી રહી હતી કે સીએનજીના ભાવ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *