ઉજ્જૈન– ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાઈ ગયો છે. તે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. પોલીસે તેની કસ્ટડી લીધી તોય તે બુમ પાડીનો બોલ્યો હતો કે ‘હું વિકાસ દુબે છું કાનપુરવાળો….’ વિકાસ દુબે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોવાની સૂચનના આધાર પર પોલીસ પહોંચી હતી. પોલીસે તેની ઘરપકડ કરી લીધી છે.
પોલીસ વિકાસ દુબેને પકડીને ગાડી સુધી લાવી ત્યારે એક પોલીસે તેને ગરદનમાંથી પકડ્યો હતો, અને બીજા પોલીસે તેને કમરમાંથી પકડ્યો હતો. ત્રીજા પોલીસે તેનો હાથ પકડ્યો હતો. જેથી તે ભાગી ન જાય તેવી પુરતી તકેદારી રાખી હતી. પકડાયા પછી વિકાસ દુબેના ચહેરા પર કોઈ રંજ ન હતો કે ડર પણ નહોતો. તે છાતી પહોળી કરીને ગાડી સુધી આવ્યો હતો. ગાડીની પાસે આવ્યો ત્યારે પોલીસે તેની પકડીને અંદર બેસાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે તેની ધમકી આપી હતી, કે તે કાનપુરવાળો વિકાસ દુબે છે. વિકાસ દુબે જોરથી બુમ પાડી હતી કે ‘હું વિકાસ દુબે છું કાનપુરવાળો…’ આટલું બોલતા જ તેની હેકડી કાઢવા માટે પાછળ ઉભેલા પોલીસે તેને થપ્પડ મારી હતી.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં 8 પોલીસને ઘેરીને હત્યા કરવાના આરોપી વિકાસ દુબે હવે પકડાઈ ગયો છે. મહાકાલ મંદિરના એક સુરક્ષાગાર્ડ અને મંદિરમાં પ્રસાદ વહેંચવાવાળાએ વિકાસને ઓળખી લીધો હતો. સવારે 7 વાગ્યાની આજુબાજુની ઘટના છે. તે પાછળના દરવાજાથી આવવાની કોશિશ કરી, અમને તે સદિગ્ધ લાગ્યો એટલે તેને આવવાની મનાઈ કરી હતી. અમે વિકાસ દુબેનો ફોટો જોયો હતો. તેણે કહ્યું કે હું મહાકાલના દર્શન કરવા આવ્યો છું. તે એકલો હતો કે તેની 2-3 લોકો હતા, તે કન્ફર્મ નથી. પણ તે એકલો જ હતો. હાલ વિકાસ દુબે પોલીસ કસ્ટડીમાં છે. વિકાસ દુબેની પોલીસે ઘરપકડ તો કરી છે પણ તેણે સામે આવીને શરણાગતિ સ્વીકારી છે તે હજી સ્પષ્ટ નથી. એક સવાલ એ પણ છે કે વિકાસ દુબે સામેથી બહાર આવ્યો છે, તેથી એમ પણ કહી શકાય કે તે શરણાગતિએ જ આવ્યો હશે.