ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિન્ની, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની જગ્યા લેશે. ગાંગુલી 3 વર્ષથી બીસીસીઆઈના અધ્યક્ષ છે. બિન્ની 18 ઓક્ટોબરે બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં પદભાર સંભાળશે. એક અઠવાડિયાની ઉગ્ર ચર્ચાઓ પછી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બેંગલુરુ સ્થિત બિન્ની (67) બોર્ડના 36મા અધ્યક્ષ બનશે જ્યારે જય શાહ સતત બીજી મુદત માટે BCI સેક્રેટરી તરીકે ચાલુ રહેશે. તે આઈસીસી બોર્ડમાં ગાંગુલીનું સ્થાન લેશે.
1983ના વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મીડિયમ પેસર બિન્નીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આઠ મેચમાં 18 વિકેટ લીધી જે એક ટુર્નામેન્ટ રેકોર્ડ હતો.