મુંબઈ- બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના સમાચાર દુનિયામાં સતત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સુશાંત સિંહ રાજપુતની મોત મામલાની તપાસ હવે પુરી રીતે પલટાઈ ગઈ છે. સુશાંતના પિતાએ મંગળવારે રિયા ચક્રવર્તી અને તેના પરિવારની વિરુદ્ધમાં પટનામાં એફઆઈઆર દાખલ કરી છે. જેમાં રિયા પર સુશાંતને પ્યારમાં ફસાવીને કરોડો રૂપિયા હડપી લેવાનો, બંધક બનાવાનો, પાગલ સાબિત કરવાનો અને આત્મહત્યા માટે મજબૂર કરવા સુઘીના આરોપ લગાવ્યા છે. તે પહેલા સુશાંતની મોત માચે બોલીવુડમાં જુથવાદ અને નેપોટિઝ્મને જવાબદાર માનવામાં આવતું હતું. હવે સુશાંત કેસમાં અત્યાર સુધીનો નવો ટ્વીસ્ટ આવ્યો છે.
ઘણા સમય પછી સુશાંત સિંહ રાજપુતના પિતા કે. કે. સિંહે પટનાના રાજીવનગરમાં સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત 4 લોકોની સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. આ એફઆઈઆરમાં કે. કે. સિંહે પોતાના દીકરા સુશાંતની આત્મહત્યા માટે ખૂબ જ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. રિયા ચક્રવર્તીએ સુશાંત સાથે 15 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે. સુશાંતને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. કહેવાય છે કે સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા.
કે. કે. સિહે એફઆઈઆર નોંધાવી પછી રિયા ચક્રવર્તીના ઘર પર હલચલ વધી ગઈ છે. કહેવાય છે કે શહેરના ખૂબ જાણીતા વકી સતીશ માનશિંદેની એક ટીમ રિયાના ઘેર પહોંચી છે. એમ પણ જાણવા મળ્યું છે કે રિયાના વકીલોની એક ટીમ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
હવે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, અને તેણે લખ્યું છે કે Truth Wins. અંકિતાની આ પોસ્ટ ત્યારે સામે આવી કે જ્યારે કેસમાં રિયા ચક્રવર્તીનું નામ આવ્યું.