અમદાવાદ- શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણની પૂર્વે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પ અમદાવાદના એઆઈટીમાં, વસંતનગર ટાઉનશીપની બાજુમાં, ગોતામાં રાખવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેેશન કેમ્પમાં યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું, અને ભારે ઉત્સાહ સાથે ભાગ લીધી હતો.
બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થાય તે પહેલાથી રક્તદાન માટે લાઈનો લાગી ગઈ હતી.શ્રી મા મહાદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે ઉત્તરાયણ પહેલા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજીને રક્તની જરૂરિયાતનો મદદ કરવાનું ઉમદા કાર્ય કર્યું હતું.
શ્રી મા મહાદેવી ચેરિટેબલ ટ્રસ્ટના અજય રાવલેે જણાવ્યું હતું કેે આજે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ અને યુવાનોએ બ્લડ ડોનેટ કરવા માટે લાઈનો લગાવી હતી. જે વધુ આકર્ષણ હતું. અમને પણ નવાઈ લાગી હતી કે મહિલાઓએ સૌથી વધુ બ્લડ ડોનેટ કર્યું છે. ત્યાર પછી યુવા વર્ગે પણ બ્લડ ડોનેટ કરીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. આજે યુવા ડે પણ હતા. જેની ઉજવણી યુવાનોએ લોકોની રક્તની જરૂરિયાત પુરી કરવા માટે બ્લડ ડોનેટ કરીને કરી હતી.
મા ભારતીબહેન રાવલે કહ્યું હતું કે આજના બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો જોડાઈ હતી અને સૌને સંદેશો આપ્યો હતો કે રક્તદાન એ મહાદાન છે. અને સૌને અપીલ કરી હતી કે રક્તદાન કરવું જરૂરી છે. આવો આપણે બધા આ ઉમદા કાર્યમાં જોડાઈએ. આજના બ્લડ ડોનેશન કેમ્પમાં ખુબ જ ઉત્સાહથી તમામે બ્લડ ડોનેટ કરીને ક ઉમદા કાર્ય કર્યાનો સૌના મુખ પર આનંદ છવાઈ ગયો હતો. બ્લડ ડોનેટ કેમ્પમાં ભાગ લેનાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાડાયા તે બદલ સૌનો આભાર.