નવી દિલ્હી- ઈપીએફઓએ નિર્ણય કર્યો છે કે નાણાકીય વર્ષ 2019-20માં 8.15 ટકા રિટર્ન આપશે. તે પહેલા ઈપીએફઓએ પીએફ પર 8.50 ટકા વ્યાજ આપવાનો વાયદો કર્યો હતો, જેથી હવે 8.15 ટકા રિટર્ન આપશે. અને બાકીના 0.35 ટકા રિટર્ન ઈપીએફઓ દ્વારા આ વર્ષના અંતે ડિસેમ્બર સુધીમાં આપશે.
ઈપીએફઓ 8.50 વ્યાજના પેમેન્ટ માટે ઈટીએફનું વેચાણ કરશે. આજે બુધવારે યોજાયેલી બેઠકમાં તેના પર ચર્ચા થશે. ઈપીએફઓએ અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું ઈટીએફમાં રોકાણ કર્યું છે. જેનું હાલમાં રિટર્ન નેગેટિવ છે. ઈપીએફઓ 8.50 ટકા વ્યાજના પેમેન્ટ માટે પોતાની પાસે રહેલા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ(ઈટીએફ)નું વેચાણ કરશે.
ઈપીએફઓએ આ વર્ષે પીએફ પર 8.50 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. જે પાછલા વર્ષની સરખામણીએ 0.15 ટકા ઓછું છે. વીતેલા વર્ષે એટલે નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા વ્યાજ આપ્યું હતું. આજે મળેલી બેઠકમાં લેબરપ્રધાન સંતોષ ગંગવારની અધ્યક્ષતામાં એ નક્કી થયું છે કે વ્યાજ પહેલેથી જે નક્કી છે તે 8.50 ટકા ચુકવાશે. પણ આ વર્ષે વ્યાજ બે હપ્તામાં અપાશે. હાલ સીબીડીટી પાસે 8.15 ટકા વ્યાજ ચુકવવાના પૈસા છે, જેથી હાલ એટલું વ્યાજ આપી દેવાશે. બાકીની રકમ ડિસેમ્બરના અંતે અપાશે.