મનોરંજન ડેસ્કઃ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી નેપોટિઝમના વિવાદે જોર પકડ્યું છે. બોલિવૂડમાં મૂવી માફિયા કેવી રીતે પડદા પાછળ સક્રિય રીતે પોતાની ભૂમિકા ભજવે છે અને આઉટસાઈડર સાથે કેવો વ્યવહાર થાય છે, તે ક્યાંકને ક્યાંક આપણને જોવા મળ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કરણ જોહરની લોકપ્રિયતા ઓછી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. કરણ જોહરની વિશ્વસનીયતા પર પણ અનેક સવાલો ઉભાં થાય છે. લગભગ 5 લાખ લોકોએ કરણ જોહરને અનફૉલો કર્યા છે. મળતી માહિતી મુજબ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતને ઘણી ફિલ્મોમાંથી ડ્રોપ કરવામાં આવ્યા હતા અને એ ફિલ્મોમાં સ્ટાર કિડ્સને લેવામાં આવ્યા હતા. અભિનેતાનું ડિપ્રેશનમાં હોવાનું આ એક કારણ પણ હોઈ શકે છે. જો કે, કરણ જોહરે નેપોટિઝમના મુદ્દે હજુ સુધી કોઈ વક્તવ્ય આપ્યું નથી.
કરણ જોહરની ઈમેજને ઘણું નુકસાન પહોંચ્યું છે. ટ્વિટર બાદ ઈન્સ્ટાગ્રામ પર પણ લોકો કરણ જોહરને અનફૉલો કરી રહ્યાં છે. લગભગ 5 લાખ લોકોએ કરણ જોહરને ઈન્સ્ટાગ્રામ પર અનફૉલો કર્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પહેલા કરણ જોહરના લગભગ 11 મિલિયન ફૉલોઅર હતા.