મુંબઈ– બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા મામલામાં મુંબઈ પોલીસની પુરપરછ ચાલુ રહી છે. જેના માટે આજે બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર મહેશ ભટ્ટને શાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, તેમણે તેમનું નિવેદન નોંધાવ્યું છે. તેમજ મહેશ ભટ્ટ ઉપરાંત પોલીસે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાએ પુછપરછ કરશે.
પોલીસ સ્ટેશનમાં મહેશ ભટ્ટની અંદાજે બે કલાક સુધી પુછપરછ ચાલી હતી. મનાઈ રહ્યું છે કે આ પુછપરછમાં મહેશ ભટ્ટે સુશાંતની માનસિક સ્થિતિ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સાથેના સંબધો અંગેના સવાલના જવાબ આપ્યા હતા. પોલીસનું માનવું છે કે મહેશ ભટ્ટની પુરપરછ પછી સુશાંતના કેસમાં એક અલગ જ વ્યૂ મળી શકે છે. તે ઉપરાંત કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની પુરપરછ કરાશે. આ પુછપરછ દ્વારા એ જાણવા મળશે કે વાસ્તવમાં બોલીવુડમાં કેટલાક લોકોએ સુશાંત વિરુદ્ધ જુથબંધ કરી હતી કે નહી. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પહેલા એવું કહી ચુક્યા છે કે જો જરૂર પડશે કો કરણ જોહરને સુશાંત કેસમાં પુછપરછ માટે બોલાવાશે.
અત્રે નોંધનીય છે કે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે, તે પહેલા કેટલાક દિવસો પહેલા હીરોઈન કંગના રનૌતે એક ટીવી ઈન્ટરવ્યૂમાં આદિત્ય ચોપડા, કરણ જોહર અને મહેશ ભટ્ટ પર આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે બોલીવુડમાં કેટલાક લોકોને કારણે સુશાંત સિંહ રાજપુત જુથબંધીનો શિકાર બન્યા હતા, અને તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. પોલીસ તે પહેલા આદિત્ય ચોપડા, સંજય લીલી ભણસાલી, રૂમી જાફરી અને ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદની પુછપરછ કરીને નિવેદન નોંધવામાં આવ્યા છે.