જયપુર– રાજસ્થાનમાં રાજકીય સંકટ વધુને વધુ પેચીદુ બની રહ્યું છે. હવે રાજસ્થાનના રાજ્યપાલ અને સીએમ અશોક ગેહલોત વચ્ચે જંગ મંડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અશોક ગેહલોતે વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરી છે, પણ રાજ્યપાલે કોઈ નિર્ણય લીધો નથી.
સચિન પાયલોટ જુથને રાજસ્થાન હાઈકોર્ટે રાહત આપી છે. વિધાનસભા સ્પીકર દ્વારા અપાયેલ નોટિસ પર હાલ સ્ટે લગાવી દીધો છે. એટલે કે વિધાનસભા સ્પીકર ધારાસભ્યને અયોગ્ય કરાર નહી કરી શકે. જો કે અન્ય મામલામાં હજી હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. બીજી તરફ મુખ્યપ્રધાન અશોક ગેહલોતનું કહેવું છે કે તેઓ વિધાનસભા સત્ર બોલાવવા માંગે છે. પણ રાજ્યપાલ તરફથી હજીસુધી કોઈ મંજૂરી મળી નથી. સીએમ ગેહલોતનું કહેવું છે કે જો રાજ્યપાલ વિધાસભા સત્ર બોલાવવાની ના પાડશે તો જનતા રાજભવનનો ઘેરાવ કરી શકે છે, આવી સ્થિતિમાં અમારી કોઈ જવાબદારી રહેશે નહી.
આગામી સુનાવણીમાં આ મામલમાં કાયદા પર ચર્ચા કરાશે. શુક્રવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પીકરને એક્શન લેવા પર સ્ટે લગાવી દીધો છે. હાઈકોર્ટ તરફથી બાગી ધારાસભ્યોની અપીલ પર કહ્યું હતું કે અયોગ્યતા પર ફકત સ્પીકર જ નિર્ણ કરશે.
અશોક ગેહલોતે કહ્યું હતું કે અમે રાજ્યપાલને પત્ર લખ્યો છે, તે તુરંત જ વિધાનસભા સત્ર બોલાવે. જેમાં કોરોના સંકટ અને લૉકડાઉન પર ચર્ચા થઈ શકે. અમે રાત્રે પત્ર લખ્યો હતો, અમારુ માનવું છે કે ઉપરથી આવેલ દબાણને કારણે તેઓ વિધાસભા સત્ર બોલાવવાનો નિર્દેશ નથી આપતાં. જ્યાપે ભેરૌસિંહ શેખાવતની સરકાર પડી ગઈ હતી, ત્યારે હું પીએમને મળ્યો હતો, અને આવી વાતોને રોકવા અપીલ કરી હતી. હવે વિધાનસભાનું સત્ર મળશે ત્યારે દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.