મુંબઈ- સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાના સમાચાર આવ્યા છે, જેથી તેમના ચાહકો નિરાશ થયા છે. જાણકારી મળ્યા મુજબ સંજય દત્ત વધુ સારવાર માટે વિદેશ જવા રવાના થશે. સંજય દત્તને કેન્સ હોવાને લઈને તેમની પત્ની માન્યતા દત્તે રિએક્શન આપ્યું છે.
માન્યતાએ લખ્યું છે કે હું તમામનો આભાર માનું છે, કે જેમણે સંજયના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે અમારે તાકાત અને દુઓની જરૂરિયાત છે. પાછલા કેટલાય વર્ષોથી અમારો પરિવાર કેટલીય મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. પણ મને વિશ્વાસ છે કે આ સમય પણ પસાર થઈ જશે. મારી સંજુના ચાહકોને અપીલ છે કે કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવે અને અફવાઓ પર ભરોસો ના કરે. અમને તમારો પ્રેમ અને સપોર્ટની જરૂર છે.
સંજુ હમેશાથી ફાઈટર જ રહ્યો છે. અને તેટલા માટે અમારો પરિવાર પણ ફાઈટર છે. ભગવાને ફરી એક વખત અમારે ટેસ્ટ લીધો છે. તે જોવા માંગે છે કે કેવી રીતે અમે આ પડકારનો સામનો કરીશું. અમને તમારા આશિર્વાદ અને પ્રાર્થનાઓની જરૂર છે. અમને ખબર છે કે અમો જીતી જઈશું. જેમ કે અમે જીતતા આવ્યા છીએ. ચાલો આ પ્રસંગે રોશની અને સકારાત્મકાત ફેલાવીને તેનો ઉપયોગ કરીએ.