WHOનો સ્વીકારઃ હવાથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ

જેનેવા– વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યૂએચઓએ હવાથી કોરોના સંક્રમણ ફેલાય છે, તેવી વાતનો સ્વીકાર કર્યો છે. હવાથી કોરોના વાયરસના જીવાણું ફેલાય છે, તેનો ઈન્કાર કરી શકાય નહી. ડબલ્યૂએચઓએ દુનિયાભરના 200થી વધુ વૈજ્ઞાનિક દ્વારા કોરોના વાયરસ હવાથી ફેલાય છે, તેની સાબિતનો સ્વીકાર કર્યો છે. વૈજ્ઞાનિકોના એક સમુહે ડબલ્યૂએચઓને કોરોના વાયરસને લઈને દિશા-નિર્દેશ જાહેર કરવા કહ્યું છે.

WHOના કોરોના મહામારીના ટેકનિકલ પ્રમુખ વાન કેરખોવે સમાચાર બ્રિફિંગમાં જણાવ્યું હતું કે અમે કોરોના સંક્રમણના પ્રસારણની રીતમાં એક રૂપ એયરબોર્ન ટ્રાન્સમિશન અને એયરોસોલ ટ્રાન્સમિશનની સંભાવના માટે વાત કરી રહ્યા છે. અમે તેનો ઈન્કાર પણ નથી કરતા.

ડબલ્યૂએચઓએ આ પહેલા કહ્યું હતું કે કોરોના વાયરસ સંક્રમણને ફેલાવે છે. તે શ્વાસ લેવાની તકલીફ સાથેનો રોગ છે. ડબલ્યૂએચઓના કહેવા પ્રમાણે મુખ્યરૂપે કોરોના સંક્રમિત વ્યક્તિના નાક અને મ્હો દ્વારા નિકળેલ નાના બિન્દુઓના માધ્યમથી ફેલાય છે. અને તે સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. ડબલ્યૂએચઓએ એક જર્નલમાં પ્રકાશિત કરેલ એક પત્રમાં જણાવ્યું છે કે 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ આ વાતનું પ્રમાણ આપ્યું છે કે હવામાં પ્રસરેલા કોરોના વાયરસના નાનાનાના કણ લોકોને સંક્રમિત કરે છે. અને વૈજ્ઞાનિકોએ ડબલ્યૂએચઓને કોરોના વાયરસ માટે નવા દિશા-નિર્દશ જાહેર કરવા આગ્રહ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *