15 /10 રાજપીપલા,શનિવાર
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામંત્રીશ્રીઓ અને કાયદા સચિવશ્રીઓની અખિલ ભારતીય કોન્ફરન્સ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
બે દિવસીય નેશનલ કોન્ફરન્સ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કરવામાં આવી છે. સરદાર સાહેબ પોતે પણ વકીલ હતા. આ તબક્કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે,ટેક્નોલોજીના માધ્યમથી ન્યાય પ્રણાલીને કેવી રીતે સરળ બનાવી શકાય અને લોકોને ઘર આંગણે ન્યાય મળે તે માટેનું વડાપ્રધાશ્રીએ જે સૂચન કર્યું છે
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મને એ વાતનું ગૌરવ છે કે, ગુજરાત સરકારે ઝડપી ન્યાયપ્રક્રિયા બાબતે દેશમાં સૌ પ્રથમ પહેલ કરી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કાયદા વિભાગે “સમજાવટનું સરનામું” અને “ફેમિલિ ફર્સ્ટ”ની વિચારણા કરી છે. કુટુંબના પ્રશ્નો કોર્ટમાં ગયા વગર સરળતાથી કેવી રીતે હલ કરી શકાય તે માટે ગુજરાત સરકારે દરેક જિલ્લા- તાલુકામાં કમિટિ બનાવાવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં વકીલો, બહેનો, સમાજના અગ્રણીઓ સભ્યો હશે. આ કમિટિ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં કામ કરશે. તાલુકા મથકોએ મામલતદારની આગેવાનીમાં આ કમિટિ કામ કરશે. સમાજના પ્રશ્નો અદાલતમાં ગયા વગર કેવી રીતે સરળતાથી નિવારી શકાય તે માટેના પ્રયત્નો આ માધ્યમ થકી ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે તેમ ઉમેર્યું હતું.