ભાવનગરનું લોકભારતી સણોસરા એટલે ખાદી અને દેશ્ભુમી પ્રત્યેની દેશી લાગણી એમ કહેવામાં કશું ખોટું નથી. લોકભારતી સણોસરામાં નાનાભાઈ ભટ્ટ દક્ષિણામૂર્તિના વિચારો સિંચાયેલા છે જેમાં કૃષિ,વિજ્ઞાન, ખગોળ તેમજ ઉર્જા જેવા સ્ત્રોતો દેશી પદ્ધતિમાં અને દેશી દ્રષ્ટિથી સિંચાયેલા છે લોકભારતી સણોસરા આજે બુનિયાદી શિક્ષણની માતા માનવામાં આવે છે લોકભારતી સણોસરામાં હાલની તાઝી ઉભી થયેલી સમસ્યા માટે ચર્ચા થઇ હતી. આમ તો વિસ્તારથી જણાવીએ કે કેવી ચીઝો રોજબરોઝની મનુષ્યોના આસપાસ રહેલી તેની સમસ્યાનું હલ બની જાય છે પણ મનુષ્યની દ્રષ્ટી નહી હોવાથી હાથમાં રહેલા સમસ્યાના ઉપાયને જોઈ શકતા નથી.
ભારતીય કૃષિ ક્ષેત્રે કામ કરતા રાષ્ટ્રીય કૃષિ વિભાગ હેઠળ જીલ્લા કક્ષાએ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગરમાં છેલ્લા ૧૦ વર્ષથી કૃષિ ક્ષેત્રે જીલ્લાનું કેન્દ્ર સણોસરા લોકભારતીને અપાયેલું છે લોકભારતી ખાતે આજે કૃષિ ક્ષેત્રની વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બાગાયત,ખેતી અને ગોપાલન ક્ષેત્રના અધીકારીઓની ઉપસ્થિતિમાં આવેલા ખેડૂતોની સમસ્યા સંભાળવામાં આવી હતી. ખેડૂતોને કરવી પડતી મજુરીથી લઈને ખેતીમાં પડતી તકલીફોને રજુ કરાઈ હતી. જીલ્લાની બેઠકમાં લોકભારતીના સંચાલક અરુણભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો સહીત લોકોના આરોગ્ય પ્રત્યે પણ જાગૃતિ આવે અને કૃષિ ક્ષેત્રના ધાન દ્વારા કામગીરી કરી શકાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં હાલ ભાવનગર જીલ્લો કુપોષણ મામલે ટોપ પર છે ત્યારે વાત કરીએ તો જીલ્લામાં ૧,૩૨,૪૮૮ બાળકો છે જેમાં ૮૪૫૦ કુપોષિત અને ૨૬૯૫ બાળકો અતિ કુપોષિત છે એટલે જીલ્લામાં કુલ ૧૧,૧૩૫ કુપોષિત બાળકો છે એવી રીતે શહેરનો આંકડો જોવામાં આવે તો ૧૦૬૯ બાળકો અતીકુપોષિત છે. લોકભારતી સણોસરામાં મળી ગયેલી બેઠકમાં હાજર સરકારી બાબુઓને લોકભારતીના અરુણભાઈ દવેએ સલાહ આપી હતી કે કુપોષણ સહિતના પ્રશ્નોને દુર કરવા માટે હવે દેશી પદ્ધતિ અપનાવવી પડશે. સરગવો અને મશરૂમ,મોરીન્ગો ( બિલાડીના ટોપ) જેનો પાવડર કરીને આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવે તો કુપોષણ ઝલ્દીથી દુર થશે કારણ કે સરગવો બી ૧૨ માટે અને મશરૂમ અને મોરીંગો (બિલાડીના ટોપ) માં દરેક તત્વો હોઈ છે જે દરેક શરીરીના વિટામીનની ઉણપ દુર કરે છે જો કે હાલ સલાહ અને સુચન આપી દેવામાં આવ્યા છે પણ અમલ થશે કે કેમ તે જોઉં રહ્યું.