ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી આલોક શર્માએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે કોંગ્રેસ સરકારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જયજવાન જય કિસાન નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી અને વડાપ્રધાનશ્રી મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. ભારત દેશના નાગરિકને સુચનાનો અધિકાર (આર.ટી.આઈ.) આપવામાં આવ્યો કે જેના કારણે આજે દરેક નાગરિક પોતે કોઈપણ માહિતી મેળવી શકે છે. મનરેગા દ્વારા રોજગારનો અધિકાર આપવામાં આવ્યો કે જેના દ્વારા 100 દિવસની નિશ્ચિત રોજગારી ગ્રામ્ય કક્ષાએ મેળવીને નાગરિકો પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે છે. ભણતરનો અધિકાર આપવામાં આવ્યો (આર.ટી.ઈ.) જેના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના બાળકો દેશની સારામાં સારી સ્કુલમાં ભણતર મેળવી શકે છે. અન્નનો અધિકાર (રાઈટ ટુ ફુડ) માટે રાજ્ય સભામાં કાયદો પાસ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના સકારાત્મક કેમ્પેનથી “કોંગ્રેસના કામ બોલે છે”થી ડરેલી, ગભરાયેલી ભાજપ સરકારના કૌભાંડ-કાંડનો ખુલાસો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિમંતસિંહ પટેલ જણાવ્યું હતું કે કોંગ્રેસના ગુજરાત નિર્માણમાં યોગદાન કામોથી રાજ્યમાં ચારે તરફથી લોકોને સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસના કરેલા કાર્યો દ્વારા રાજ્ય સાચી દિશા તરફ જઈ રહયું છીએ. ભાજપ ફક્ત કોંગ્રેસને કોસવાનું કામ કરે છે, ગુજરાત ના લોકો માટે શું કર્યું?, યુવાનોને રોજગારી કેટલી આપી? તેનો જવાબ ભાજપ સરકાર આપે.. 27 વર્ષના શાસનમાં ખાનગીકરણ, વેપારીકરણ જ કર્યું છે. તમામ સમાજ, યુવાઓ, જવાનો, જુદા જુદા સંગઠનોના ૨૬ જેટલા આંદોલનો સરકાર સામે ચાલી રહ્યા છે. ગૃહણીઓના ઘરના બજેટ ખોરવાઈ ગય છે, પરિવારો આત્મહત્યા કરી રહ્યા છે, ગ્રામ્ય આરોગ્યલક્ષી સેવાઓમાં ડોકટરો મળતા નથી, યુવાઓને ફિક્સ પગારમાં આર્થિક શોષણ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના સકારાત્મક કેમ્પેન “કોંગ્રેસના કામ બોલે છે” થી ડરેલી, ગભરાયેલી ભાજપ દ્વારા કરતા બેફામ વાણીવિલાસનો જવાબ ગુજરાતની જનતા મજબૂતાઈથી આપશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા પેનાલીસ્ટ હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.