ગુજરાતમાં મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદીની જગ્યા હજુ ખાલી જ છે

ગાંધીનગર,તા.26

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે ગુજરાત છોડ્યું હોય પરંતુ રાજ્યના શાસનકર્તાઓ અને બ્યુરોક્રેસી મોદીના નામને ભૂલી શકી નથી. હવે મોદીની સાથે અમિત શાહનું નામ જોડાયું છે. રાજ્યમાં ઓફિસરોની બદલી કરવી હોય કે કોઇ નવો નિર્ણય લેવો હોય તો મોદી અને અમિત શાહ પાસે જવું પડે છે.

પાર્ટીના કોઈ નેતા પાસે મોદીની આભા નથી

ભાજપના એક સિનિયર કાર્યકરે કહ્યું હતું કે ગુજરાતમાં બીજા મોદી ઉભા થઇ શક્યા નથી તેથી અમારા નેતાઓ અને સમગ્ર મંત્રીમંડળ કોઇપણ પ્રવચનની શરૂઆત નરેન્દ્ર મોદીથી કરે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે તેવું કેબિનેટના સભ્યોએ કહેવું પડે છે. હકીકતમાં તો પાર્ટીમાં બીજા નરેન્દ્ર મોદી બનવા જોઇએ પરંતુ એવી આભા કોઇ નેતામાં નથી. ગુજરાતની કેબિનેટમાં જે સભ્યો છે તેઓ ક્યારેય રાષ્ટ્રીય નેતા બની શકવાની ક્ષમતા ધરાવતા નથી.

દિલ્હીની બ્યુરોક્રેસીમાં ગુજરાતનું વજન

દિલ્હીની બ્યુરોક્રેસી ગુજરાતનું નામ પડે છે ત્યારે ફફડી ઉઠે છે. ગુજરાતમાંથી દિલ્હીની મુલાકાતે જતાં પ્રધાનો અને ઓફિસરોને પૂછીએ તો ખબર પડે છે કે નવી  દિલ્હીની કેન્દ્ર સરકારમાં ગુજરાતનું કેટલું ઉપજે છે. ગુજરાતને હક્કનું મળતું થાય તે સારી નિશાની છે. એક ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતની જનતાને મળ્યો છે. પહેલાં મોરારજી દેસાઇ હતા અને હવે નરેન્દ્ર મોદી છે પરંતુ બીજા મોરારજી દેસાઇ કે નરેન્દ્ર મોદી પેદા થાય તેવી કોઇ સંભાવના દેખાતી નથી.  એક સમય હતો દિલ્હીમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પ્રાઇમ મિનિસ્ટરને મળવું હોય તો કલાકો ના કલાકો સુધી બેસી રહેવું પડતું હતું. કેન્દ્રીય મંત્રીને મળવા માટે બે થી ત્રણ કલાક થઇ જતા હતા પરંતુ આજે સ્થિતિ અલગ છે. ભલે કોઇપણ પ્રદેશનો મંત્રી હોય, ગુજરાતમાંથી ઓફિસર જાય કે મંત્રી તેમને તત્કાલ અંદર બોલાવી લેવામાં આવે છે.  એક સ્થિતિ એવી છે કે ગુજરાત સરકાર અને સંગઠન પર ચેકમેટ દિલ્હીનું છે. ગુજરાતમાં શું થાય છે, શું ખોટું થાય છે, કોણ શું કરે છે તેવા પ્રશ્નોનો જવાબ પ્રતિદિન લેવામાં આવે છે. દિલ્હીની એનડીએ સરકારમાં ગુજરાતના 50થી વધુ ઓફિસરો ફરજ બજાવે છે. જાણ કે દિલ્હીમાં એક મિની ગુજરાત જેવો માહોલ છે. ગુજરાત સરકારમાં પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહના વફાદારો ફરજ બજાવે છે જેઓ દિન પ્રતિદિનનો રિપોર્ટ દિલ્હી પહોંચાડે છે.

જાહેર સમારંભમાં મોદીના નામથી શરુઆત

ગુજરાત સરકાર મોદીના રસ્તે ચાલી રહી છે અને તેમની જ યોજનાઓને આગળ વધારે છે તેવી રેકોર્ડ સરકારની કેબિનેટ અને બ્યુરોક્રેસીમાં હજી વાગે છે. વિધાનસભાની ચર્ચાની શરૂઆત તો નરેન્દ્ર મોદીના નામથી જ થાય છે. ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી અને તેમના કેબિનેટના સભ્યો તેમના વક્તવ્યમાં મોદીના કાર્યોની જ પ્રસંશા કરે છે, પછી તે વિધાનસભાનું પ્રવચન હોય કે જાહેર સમારંભમાં કોઇ ભાષણ- બઘે શરૂઆત તો મોદીના નામથી જ થાય છે.

પ્રદેશ ભાજપની કમજોરી

મોદીએ ગુજરાતમાં 2001 થી 2014 સુધી રાજ કર્યું છે. તેઓ 2014માં વડાપ્રધાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *