ભાવનગર જિલ્લાના તળાજા પંથકના આંબળા ગામની આ ઘટના છે તળાજાના આંબળા ગામ પાસે એક સ્વ સંત ઘનશ્યામદાસ બાપુનું આશ્રમ છે હાલ બાપુ હયાત નથી પણ સાધુનો દેશપ્રેમ જરૂર તેઓ લોકોને જણાવીને ચાલ્યા ગયા છે
ભાવનગરના તળાજાના આંબળા ગામ નજીક ખોડિયાર માતાજીના મહેનત સ્વ ઘનશ્યામદાસ બાપુએ દેશપ્રેમ દાખવ્યો છે બાપુ હાલ હયાત નથી પણ તેમની હયાતીમાં તેમને એકત્રિત કરેલી આશરે 2 લાખ 35 હજાર જેવી રકમ હતી. બાપુએ કોરોનાની મહામારીમાં દેશને પૈસાની જરૂર હોવાની જાણ થઈ અને તેમને એકત્રિત કરેલી 2 લાખ 35 હજાર જેવી રકમ PM ફંડમાં દાન કરવાનો નિર્ણય કર્યો અને દેશ માટે આવી સેવા કરવા ક્યારે મળે તેવા વિચારથી નજીકના રાંદલ માતાજીના મહંત હંસાબાપ પાસે પોહચી ગયા. સ્વ ઘનશ્યામદાસ બાપુ ફોનનો ઉપયોગ નોહતા કરતા આથી તેમણે હંસાબાપુનો સંપર્ક કર્યો અને તેની પાસે પોહચી દાન દેશ માટે કરવાની સંપૂર્ણ વાત કરી હતી.
રાંદલ માતાજીના મહંત હંસાબાપુએ પીએમ ફંડની વાત હોવાથી તેમને સાંસંદ ભરયીબેન શિયાળના પીએ તુલસીભાઈ મકવાણા સાથે ઘનશ્યામદાસ બાપુને વાત કરાવી હતી. ઘનશ્યામદાસ બાપુ અને તુલસીભાઈ તળાજા જવાબદાર અધિકારી પાસે ગયા પરંતુ રોકડ રકમ હોવાથી લેવાની મનાઈ ફરમાવી હતી. ઘનશ્યામદાસ બાપુએ એ સમયે રસ્તો કરવા અને દેશના પીએમ સુધી પૈસા પોહચે તેવી વ્યવસ્થા કરવા વિનંતી તુલસીભાઈને કરી હતી જેથી સાંસંદપીએ તુલસીભાઈએ અંતે સંસદ ભારતીબેન શિયાળને કહ્યું અને તેમને જવાબદાર અધિકરી તળાજા પ્રાંતને જણાવ્યું હતું જવાથી રોકડ રકમ લેવાની સમસ્યા હલ થઈ ગઈ હતી.હવે ઘનશ્યામદાસ બાપુને લઈને પૈસા આપવાનું બાકી હતું પણ તળાજા પ્રાંત અધિકારી કોરોનાની મહામારીમાં કીટ તૈયાર કરાવવામાં વ્યસ્ત હતા તેથી સમય નીકળી ગયો. સમય જતાં તુલસીભાઈને મેસેજ મળ્યા કે બાપુએ ઘી છંટકાવ કરીને અગ્નિ મારફત સમાધિ લઈ લીધી છે હવે તુલસીભાઈ માટે કપરા સમયની શરૂઆત હતી એક તરફ બનેલી ઘટનાથી તુલસીભાઈ સમજી બેઠા કે હવે દાન ક્યાંથી થવાનું છે જ્યારે બાપુ રહ્યા જ નથી ત્યારે ……
ઘનશ્યામદાસ બાપુના જીવના ત્યાગ બાદ રાંદલ માતાજીના મંદિરના મહંત હંસાબાપુનો ફોન તુલસીભાઈ પર ફરી આવ્યો અને હંસા બાપુએ જણાવ્યું કે સ્વ ઘનશાયનદાસ તેમને 2 લાખ 35 હજારની જીવન મૂડી સોંપતા ગયા છે અને તેને પીએમના રાહત ફંડમાં અર્પણ કરવાની છે તુલસીભાઈ પણ નિમિત્ત બનતા પોતાને ધન્ય સમજી રહ્યા છે તુલસીભાઈએ તરત પ્રાંત અધિકારીને વાત કરી અને તેમને સમય માંગીને મુલાકાત કરીને રોકડ રક પ્રાંતને પીએમ ફંડ માટે અર્પણ કરી હતી. રકમ આપવામાં આંબળાના સરપંચ ભરતભાઇ મકવાણા અને પાસેના નીચડી ગામના સરપંચ ધીરુભાઈ ઢાપા સાથે રહ્યા હતા.
સ્વ ઘનશ્યામદાસ બાપુ બ્રહ્મચારી હતા પણ કહેવાય છે એમ કે શાંતિ પછી વાવાઝોડું હોઈ તેમ અહીંયા પણ રકમ દાન થયા પછી વારસદારો આવ્યા અને ભંડારા માટે રકમ માંગી. તુલસીભાઈ પાસે વાત પોહચી અને અધિકારીની વધેલી મૂંઝવણમાં રસ્તો કાઢવો મુશ્કેલ લાગતો હતો કારણ કે એક તરફ રૂપિયા છુટા હતા અને રોકડમાં હતા અને બાપુની ઈચ્છા પ્રમાણે દાન કરાયું છે હવે શું કરવું પણ કહેવાય છે સંતની ઈચ્છા એટલે હરિ ઈચ્છા બસ કૃપા થઈ એમ સમજીને વારસદારોએ માત્ર ભંડારો કરવા માટે 50 હજારની રકમ માંગી અને તેને તુલસીભાઈએ અપાવી પણ આપી. સાધુનો દેશપ્રેમ સચવાઈ ગયો અને સાચા પ્રજાના પ્રતિનિધિ તરીકે તુલાઈભાઈએ અને સાંસદ ભારતીબેનએ પોતાની ફરજ પણ અદા કરી લીધી. સ્વ ઘનશ્યામદાસ બાપુ હૈયાત તો નથી પણ એક સાધુનો દેશપ્રેમ આનાથી વિશેષ શુ હોઈ શકે એટલે જ કહેવાય છે ભગવાનને કે એક વાર તો ભિલો પડ ભગવાન સૌરાષ્ટ્રની ધરા પર તને સ્વર્ગનો ભૂલવાડું સંત ભૂમિનો માનવી નહિ.