દિલ્હી હાટમાં ત્રણ દિવસ સુધી ચાલનારા કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ) મહોત્સવ

નવી દિલ્હી:. ૧૪.૧૦.૨૦૨૨

ગુજરાત સરકાર દિલ્હી હાટ ખાતે ૧૪મી થી ૧૬મી ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસ ચાલનારા કમલમ (ફળ) મહોત્સવનું આયોજન કરી રહી છે. તેમાં ગુજરાતના ૩૦ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. આજે નાફેડના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રાજવીર સિંહ તેમજ નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવરે ગુજરાત એગ્રો ઈંડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી ડી. કે. પારેખની હાજરીમાં રિબિન કાપીને આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. કમલમ (ડ્રેગન ફ્રૂટ) હવેથી દિલ્હી ખાતે નાફેડના વિવિધ સ્ટોરમાં પણ વેચાશે.         

કમલમ ફળ ડ્રેગન ફ્રૂટ, પપૈયાનું ફળના નામે પણ ઓળખાય છે અને તે કેક્ટસ એટલે કે થોર કે તુવેરની થુવેરની પ્રજાતિનું ફળ છે. ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી,૨૦૨૧માં ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરવામાં આવ્યું હતું કારણ કે આ ફળના કાંટા અને પાન કમળના ફૂલ જેવા હોય છે.   

રાજ્ય સરકાર આ ફળની ખેતી માટે ખેડૂતોને સબસીડી પણ આપે છે. ગુજરાતમાં જૂનથી નવેમ્બર મહિના સુધી તેની લણણીની ઋતુ હોય છે. ગુજરાતમાં કમલમની ખેતીમાં કચ્છ જિલ્લો સૌથી આગળ છે. ગુજરાત સંયુક્ત આરબ અમીરાત, માલદીવ, રશિયા અને ઈંગ્લેન્ડમાં કમલમ ફળોની નિકાસ કરે છે.

ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની વધુ તકો ઊભી કરવાના હેતુસર ભારત સરકારની ફ્લેગશીપ યોજના ‘પ્રધાનમંત્રી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટર પ્રાઈઝિસ યોજના’ના માધ્યમથી આ ક્ષેત્રમાંની રાજ્યની યોજનાઓની સાથે મળીને આ ફળમાં વેલ્યુ એડિશનની વિવિધ પ્રક્રિયાઓ માટે પ્રોત્સાહક મદદ આપવાનું વિચારી રહી છે.

કમલમ મહોત્સવ દરમિયાન કચ્છના લોકપ્રિય કલાકારો કચ્છી સંગીત પણ રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *