પાવભાજીની લારીવાળાએ ગાયના ઘાસચારા માટે પુત્રના લગ્નની કંકોત્રી પોસ્ટકાર્ડથી મોકલી

વલભીપુરના ઘનશ્યામભાઈએ ગાયના ઘાસચારા માટે પુત્રના લગ્નની કંકોત્રી પોસ્ટકાર્ડથી મોકલી

આમ તો કોઈ પરિવારના ઘરમાં લગ્ન હોઈ તો પહેલા ધામધુમની તૈયારીઓ હોઈ છે ખાસ કરીને પરિવારની અને પોતાનો મોભો બતાવવા માટે ભારે કંકોત્રી છપાવે છે બીનો ખર્ચ જમાનવરનો અને ડીજે નો હોઈ છે. હવે એક એવા વ્યક્તિની વાત કરવા જઈએ છીએ કે જેને પોતાના પુત્રના લગ્નની કંકોતરીનો ખર્ચ ઘટાડવા પોસ્ટકાર્ડથી મોકલવાનો નિર્ણય કર્યો છે કંકોત્રીનો ખર્ચ જે વધશે તેને ગાયના ઘાસચારા માટે ઉપયોગ કરવામાં આવશે. આવી દિલદારી કે પોતાની હિન્દૂ સંસ્કૃતિની માતા માટે સગા પુત્રના પ્રસંગને સાદગીમાં ફેરવીને દાન કરવાની ભાવના સદ્ ભાગ્યે જોવા મળે છે ચાલો કોણ છે તે જાણીએ.

બોમ્બે પાવભાજીની દુકાન વલભીપુર બસ સ્ટેન્ડ પાસે 20 વર્ષથી ધરાવનાર આ છે ઘનશ્યામભાઈ કે જેને પોતાના પુત્રની લગ્ન કંકોત્રીનો ખર્ચ ઘટાડી વધેલી રકમ ગાયના ઘાસચારા માટે દાન કરવાનું નક્કી કર્યું છે

ભાવનગર શહેરથી 45 કિલોમીટર દૂર આવેલું વલભીપુર ગામ ઇતિહાસના પંને કોતરાયેલું છે. વલભી વિદ્યાપીઠ હતી તે જ વલભીપુરમાં રહેતા ઘનશાયમભાઈ દેવમુરારીએ પોતાની ગાય માટેનો પ્રેમ રજુ કર્યો છે. દીકરો પછી પણ પહેલા મારી ગાયો આવા વિચાર સાથે ઘનશ્યામના પુત્રના લગ્ન આગામી 16 તારીખના રોજ રાખવામાં આવ્યા છે ઘનશ્યામભાઈએ કંકોત્રીના 60 થી 70 હજારનો ખર્ચ કરવાનું ટાળ્યું છે અને કંકોત્રી પોસ્ટકાર્ડથી મોકલી છે જેનો ખર્ચ માત્ર 5 હજાર કર્યો છે એટલે 60 થી 70 હજારના બદલે 5 હજાર ખર્ચ કર્યો અને બાકી જે 60 કે 70 હજારમાંથી વધશે તેને ગાયોના ઘાસચારા માટે દાન કરી દેશે. ઘનશ્યામભાઈ માત્ર કંકોત્રીના ખર્ચ નહિ પણ સંતવાણી કાર્યક્રમ અને લગ્નનો આવનાર ચાંદલો પણ ગાયોના ઘાસચારા માટે દાન કરશે. લગ્નમાં સંતવાણી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે આમ જોઈએ તો ઘનશ્યામભાઈ એક માધ્યમ વર્ગના વ્યક્તિ છે

સાદગીનું જીવન જીવતા ઘનશ્યામભાઈની પહેલ સમાજને રાહ ચીંધી રહી છે પાવભાજીની લારી ચલાવવા છતાં તેમની સોચ ખૂબ ઊંચી છે

વલભીપુરના બસ સ્ટેન્ડ પાસે પાવભાજીની લારી ધરાવતા ઘનશ્યામભાઈ દેવમુરારીએ પોતાના પુત્રના લગ્નમાં એક નવો ચીલો પાડીને સમાજને રાહ ચીંધી છે. જો કે 20 વર્ષથી ઘનશામભાઈ પાવભાજીની લારી ચલાવજ રહ્યાં છે અને આજે પોતાના પુત્ર નિકુંજ ના લગ્ન માં ગાયોના ઘાસચારા માટેના દાન માટેનો વિચાર દરેક વ્યક્તિઓને ગાયું મહત્વ જરૂર સમજાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *