ભાવનગર મેડિકલ કોલેજને તાળા મારવાનો પ્લાનિંગ સરકારે કર્યો હોય તેવા લેવાતા પગલાં અને નિર્ણયથી આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ભાવનગરની મેડિકલ કોલેજને તાળા મારવાની વિચારણા હોઈ તેમ થોડા સમયમાં સરકાર દ્વારા 31 શિક્ષકોની બદલી કરી દેવામાં આવી છે. માત્ર પ્રોફેસર નહિ પરંતુ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD) ની બદલીઓ કરવામાં આવી છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને કોલેજના પટાંગણમાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે હાલમાં EWS હેઠળ સરકાર 10 બેઠક ફાળવતી હોઈ છે આ બેઠક જનરલ અને ઓબીસી એસસીએસટી સિવાયની હોઈ છે આ બેઠક માટે HOD અને પ્રોફેસર હોવા જરૂરી છે કારણ કે ઇન્સ્પેકશન આવે ત્યારે HOD કે પ્રોફેસર નહિ હોવાથી આ બેઠકો જતી રહે છે સાથે પીજી કરી રહેલા વિદ્યાર્થીઓનું ભાવિ પણ ધૂંધળું બની જશે. 31 માંથી 17 શિક્ષકો અલગ અલગ વિભાગના પીજીના છે જેથી વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય થશે તેની દિવસ રાતની મહેનત પાણીમાં જશે માટે સરકાર સોમવાર સુધીમાં આ બેઠકો નહિ ભરે તો વિદ્યાર્થીઓ આંદોલન કરીને ધરણા પર બેસી જશે.