ભાવનગરના ગારીયાધારના ફર્નિચરના વેપારીને એક બંટી ઔર બબલી ટોપી પહેરાવી નાસી ગયા હતા. ગારિયાધારના વેપારી દેવેન્દ્રભાઈ શાહને ગારીયાધારના બંટી ઔર બબલીએ 10,20 અને 50 ની નોટોના બદલામાં 500 અને 2000 ની નોટો આપશે તો તેઓ 10 ટકા કમિશન આપશે તેવી લાલચ આપી હતી.
ગારીયાધારના ફર્નિચરના વેપારી દેવેન્દ્રભાઈ શાહને બે વર્ષ પહેલાં નોટ બંધીનો માર પડ્યો તેવા સમયમાં લાલચ આપવામાં આવી હતી. બે ત્રણ કે ચાર લાખ નહિ પણ બંટી ઔર બબલી આશરે 40 લાખની છેતરપિંડી કરી નાસી ગયા હતા.છેતરપિંડીને પગલે વેપારીએ બંને સામે Lઓલિસ ફરિયાદ નોંધાવી હતી. છેતરપિંડીનો કિસ્સો સમગ્ર ગારીયાધારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો તો જિલ્લામાં પણ તેની ચર્ચા જાગી હતી.
આઈજી અશોક યાદવ અને ડીએસપી જયપાલસિંહ રાઠોરની નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવાની સૂચનાથી ગારીયાધાર પોલીસે બંટી ઔર બબલીને વડોદરાથી ઝડપી લીધા છે. પોલીસે પકડેલા બંટી ઔર બબલી કોઈ નહિ પણ ગારીયાધારના વતની છે. ગારીયાધારના વિદ્યાનગરમાં બબલી એટલે કે 32 વર્ષીય ધર્મીષ્ઠાબેન બાબર રહે છે જેને ઉપનામ તરીકે ધમલી મેડમ, માયા તરીકે પણ લોકો ઓળખે છે આ મહિલા મુખ્ય સૂત્રધાર છે જ્યારે બંટી એટલે ગારીયાધારના બ્રહ્મણીનગરમાં રહેતા હર્ષદભાઈ ટાંક છે 44 વર્ષીય હર્ષદભાઈને હરેશ,મુન્નો જેવા ઉપનામથી લોકો ઓળખે છે. પોલીસે હાલ બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો તમે પણ આવી કોઈ લાલચમાં નો ફસાતા તેનું ખાસ ધ્યાન રાખવું.