ગુજરાત વિધાનસભાનું સત્ર તા.1 ફેબ્રુઆરીથી, 2 ફેબ્રુઆરીએ બજેટ

ગાંધીનગર- પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા. 1લી ફેબ્રુઆરી, 2024થી શરૂ થશે અને 29 ફેબ્રુઆરી, 2024 સુધી ચાલશે.  આ બજેટ સત્રમાં તા.2 ફેબ્રુઆરીએ નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે.

ગુજરાત સરકારના પ્રવકતાપ્રધાન ઋષિકેશ પટેેલે માહિતી આપતાં ઉમેર્યું કે,આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભામાં રજૂ કરાશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ તારીખ 1લી ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ 2024-25નું બજેટ તા.2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટસત્રમાં 26 બેઠકોમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના 24 દિવસ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *