અમદાવાદ– પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી. આર. પાટિલની નિમણૂંક કરવામાં આવી છે. ભાજપ મોવડીમંડળે જીતુ વાઘાણીની ટર્મ પુરી થઈ ગઈ હોવાથી સી. આર. પાટિલને તાત્કાલિક અસરથી પ્રમુખ બનાવાયા છે.
સી. આર. પાટિલ છેલ્લી ત્રણ ટર્મથી નવસારીના સાંસદ છે. કાશીરામ રાણા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટિલની વરણી થઈ છે. ઘણા બધા વર્ષો પછી ભાજપે દક્ષિણ ગુજરાતને મહત્વ આપ્યું છે. પાટિલ 17મી લોકસભાની ચૂંટણીમાં 6.89 લાખ રેકોર્ડ મતથી જીત્યા હતા.
સી.આર. પાટિલે તેમની વરણી પક્ષ પ્રમુખ તરીકે થતાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના દરેક કાર્યકરને મહત્વ અપાશે. સામાન્ય કાર્યકરને બહુ મોટી જવાબદારી સોંપાઈ છે. પીએમ મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહજીનો આભાર માન્યો છે.
સી. આર. પાટિલ સામે ગુજરાતમાં આગામી 8 વિધાનસભાની 8 બઠકોની ચૂંટણી જીતવનો બહુ મોટો લક્ષ્યાંક છે. કોંગ્રેસમાં કાર્યકાર પ્રમુખ તરીકે તાજેતરમાં જ હાર્દિક પટેલને મુકાયા છે, ત્યારે હવે તેમની સામે નવસારીના સાંસદ અને મરાઠી નેતા સી. આર. પાટિલને મુકાયા છે.