કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં કોરોના વોરિયર્સ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર– કોરોના વાયરસ COVID-19 ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ 1897 અન્વયે તા.13-03-2020ના જાહેરનામાથી ધી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- 2020 લાગુ કરવામાં આવ્યો છે.

પ્રવર્તમાન પરિસ્થિતીમાં કોવિડ-૧૯ ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે.કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં હોસ્પિટલના સ્ટાફને પણ કોવિડ-૧૯ ના સંક્રમણનું જોખમ રહેલું છે.કોરોના વોરિયર્સ તરીકે રાત-દિવસ ખંતથી કાર્ય કરતા તમામ સ્ટાફને પોતાની ફરજો બજાવવા પ્રોત્સાહન મળી રહે અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે જે સરકારી હોસ્પિટલમાં 100 બેડ હોય ત્યાં 5 બેડ અને જ્યાં 100 કરતાં વધુ બેડ હોય ત્યાં 10 બેડ ડોક્ટરો તથા હેલ્થકેર વર્કર ( સરકારી / ખાનગી સહિત ) માટે રીઝર્વ રાખવાના રહેશે, એમ રાજયના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ રીઝર્વ રખાયેલ બેડમાં જ્યારે પણ મેડીકલ/પેરામેડીકલ સ્ટાફ આવે ત્યારે અગ્રીમતાના ધોરણે બેડ ફાળવવાના/આપવાના રહેશે પરંતુ જો તેઓ આવેલ ન હોય અને બેડ ખાલી હોય તો સામાન્ય પ્રજાજન/દર્દીને બેડ ફાળવવાના રહેશે.આ બેડ રીઝર્વ રાખવા અંગે સબંધિત જિલ્લાના કલેક્ટરના પરામર્શમાં રહી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *