જાહેરમાં માસ્ક નહિ પહેરનારા લોકોને 1 હજાર રૂપિયા દંડઃ મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચૂકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતીકાલ એટલે કે તા. ૧૧ ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે.

રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને અપીલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ઘર બહાર નીકળીને ભીડ ભાડના કરે કેમ કે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *