Gujarat Budget 2024: કરબોજ વિનાનું બજેટ, જાણો નવું શું છે?

ગાંધીનગર– ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ આજે શુક્રવાર 2 ફેબ્રુઆરી, 2024ના દિવસે ગુજરાત વિધાનસભામાં બજેટ 2024-25 રજૂ કર્યું છે. જે બજેટ રૂપિયા 916 કરોડની પુરાંતવાળું બજેટ અને 3,32,465 કરોડનું ઐતિહાસિક કદવાળું બજેટ રજૂ કર્યું છે. તેમજ એક પણ રૂપિયાના કરબોજ વિનાનું બજેટ રજૂ કરીને નવો ઈતિહાસ સ્થાપ્યો છે.

બજેટ એટલે બોજ… પણ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કર બોજ વિનાનું બજેટ રજૂ કર્યું છે, અને બજેટમાં કાયમ ટેક્સમાં વધારો કરાય છે, તેવી માન્યતા અને ભયને દૂર કર્યો છે.

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં 14.89 %નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ 2000-01માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો 5.1 % હતો, જે આજે વધીને 8.2 % થયો છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે.

બજેટ સ્પીચના મુખ્ય અંશઃ

  • પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે.
  • વિકસિત ભારત @૨૦૪૭ ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત @૨૦૪૭ નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું `૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું અંદાજપત્ર
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,193 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4,374 કરોડની જોગવાઇ
  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,659 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઇ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઇ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,885 કરોડની જોગવાઇ
  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2,711 કરોડની જોગવાઇ
  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ 767 કરોડની જોગવાઇ
  • રમતગમત ક્ષેત્રે 376 કરોડની જોગવાઇ
  • પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹ 113 કરોડની જોગવાઇ
  • ગ્રંથાલય અને અભિલેખાગારો માટે ₹ 116 કરોડની જોગવાઈ
  • યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹ 122 કરોડની જોગવાઈ
  • પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 12,138 કરોડની જોગવાઇ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ
  • ગિફ્ટ સિટી- ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્‍સ હબ તરીકે ઉભરી રહેલ છે. ૯૦૦ એકરથી ૩૩૦૦ એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્‍ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને “વોક ટુ વર્ક” “લિવ-વર્ક-પ્લે કમ્યુનિટી”ની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં ૪.૫ કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.
  • GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવામાં આવશે જેના માટે `૫૨ કરોડની જોગવાઇ
  • ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે `૧૦૦ કરોડની જોગવાઈ.
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8,423 કરોડની જોગવાઇ
  • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22,163 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે કુલ 3,858 કરોડની જોગવાઇ
  • જળસંપત્તિ પ્રભાગ માટે ₹ 11,535 કરોડની જોગવાઇ
  • પાણી પુરવઠા પ્રભાગ માટે ₹ 6,242 કરોડની જોગવાઇ
  • વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ ₹ 2,421 કરોડની જોગવાઈ
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9,228 કરોડની જોગવાઈ
  • પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા 2,098 કરોડની જોગવાઇ
  • એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન
  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2,586 કરોડની જોગવાઇ
  • ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1,163 કરોડની જોગવાઇ
  • ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ
  • કાયદા વિભાગ માટે કુલ 2,559 કરોડની જોગવાઇ
  • મહેસૂલ વિભાગ માટે કુલ 5,195 કરોડની જોગવાઇ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2,239 કરોડની જોગવાઇ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ

હાઈલાઈટ્સઃ

(1) 5-જી એટલે ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું બજેટ

(2) પોષણ-આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે ત્રણ નવી યોજનાઓઃ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, નમોશ્રી યોજના

(3) આ વર્ષે 10 ટકાનો વધારો કરી 3 લાખ 32 હજાર કરોડનું માતબર બજેટ જનતાની સેવામાં આપ્યું

(4) વિશ્વનો સૌથી લાંબો 38 કિલોમીટરનો સળંગ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ-ગાંધીનગર ગિફ્ટ સિટીની ટ્રાયસિટી તરીકે આગવી ઓળખનું સીમાચિન્હ બનશે.

(5) પાછલા એક દાયકામાં જી.એસ.ડી.પી.નું 15 ટકા દેવું ધરાવતું ગુજરાત સૌથી ઓછું દેવું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં સ્થાન પામ્યું છે.

(6) શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર/વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે

(7) 5-જી એટલે ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું બજેટ

(8) અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવનનું નિર્માણ થશે

(9) 2500 નવી ST બસો દ્વારા નાગરિકોની મુસાફરી બનશે વધુ સુગમ

(10) અમદાવાદ રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે

(11) 112 પર ફોન કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જનરક્ષક યોજનાની જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *