ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો નીચે મુજબ છે
મુખ્યપ્રધાને રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5 ઓગસ્ટથી ખોલી શકાશે.
આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કૌશિકભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ તેમજ મુખ્યપ્રધાનના અગ્ર સચિવ મનોજકુમાર દાસ વગેરે જોડાયા હતા.